ચીનમાં કોરોનાથી હાહાકાર વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, રાજ્યોને આપ્યો મહત્વનો આદેશ
દુનિયાભરમાં કોરોનાના વધતા કેસ વચ્ચે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે દેશમાં કોરોનાના પોઝિટિવ કેસનું જીનોમ સિક્વેન્સિંગ કરાવવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રનું કહેવું છે કે તેનાથી કોરોનાના નવા વેરિએન્ટ વિશે સમય રહેતા જાણકારી મેળવી શકાશે.
નવી દિલ્હીઃ ચીનમાં કોરોનાથી મચેલા હાહાકાર વચ્ચે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે દરેક રાજ્યોને પત્ર લખી દેશમાં કોરોનાના દરેક પોઝિટિવ કેસનું જીનોમ સિક્વેન્સિંગ કરવા માટે કહ્યું છે. કેન્દ્ર સરકારનું કહેવું છે કે જાપાન, અમેરિકા, કોરિયા રિપબ્લિક, બ્રાઝીલ અને ચીનમાં કોરોનાના કેસમાં અચાનક વધારો જોવા મળી રહ્યો છે. તેવામાંજ રૂરી છે કે દેશમાં સામે આવી રહેલા કોરોનાના પોઝિટિવ કેસોનું જીનોમ સિક્વેન્સિંગ કરાવવું જોઈએ. તેનાથી કોરોનાના નવા વેરિએન્ટ વિશે સમયથી જાણકારી મળી શકશે.
દરેક રાજ્યો જીનોમ સિક્વેન્સિંગની વ્યવસ્થા કરે
પ્રિન્સિપલ સેક્રેટરી રાજેશ ભૂષણે દરેક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર મોકલ્યો છે. આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે દરેક રાજ્યોને તે આગ્રહ કરવામાં આવે છે કે ત્યાં જ્યાં સુધી સંભવ હોય દરરોજ કોરોનાના પોઝિટિવ કેસના સેમ્પલ નિર્ધારિત INSACOG, જીનોમ સિક્વેન્સિંગ લેબોરેટરીમાં મોકલવાનું નક્કી કરે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે તે માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી આ સંબંધમાં દરેક સંભવ મદદ કરવામાં આવશે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube