Coronavirus XE Variant in India: કોરોના વાયરસ બહુરૂપી વાયરસ છે અને તેના નવા નવા વેરિએન્ટ સતત આવતા જાય છે જે દુનિયાને હેરાન પરેશાન કરતા રહે છે. ભારતમાં હાલમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો છે. રોજ 2 હજારથી વધુ નવા કેસ આવી રહ્યા છે. આ બધા વચ્ચે કોવિડ-19ના XE વેરિએન્ટનો એક કેસ કન્ફર્મ થયો છે. ભારતીય સાર્સ-સીઓવી2 જીનોમિક્સ સીક્વેન્સિંગ કન્સોર્ટિયમ  (INSACOG) ના નવા બુલેટિનમાં આ જાણકારી જાણવા મળી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કે મંગળવારે બહાર પડેલા આ બુલેટિનમાં એ માહિતી જણાવાઈ નથી કે આ વેરિએન્ટ દેશના કયા ભાગમાં જોવા મળ્યો છે. કોરોના વાયરસના આ વેરિએન્ટનો સૌપ્રથમ કેસ બ્રિટનમાં 19 જાન્યુઆરીએ નોંધાયો હતો. એક્સઈ વેરિએન્ટ અન્ય વેરિએન્ટની સરખામણીમાં 10 ગણો વધુ ચેપી છે. પ્રાથમિક સ્ટડીમાં એ વાત સામે આવી છે કે અત્યાર સુધીના તમામ વેરિએન્ટની સરખામણીએ તે 10 ગણી વધુ ઝડપથી લોકોને પોતાની ઝપેટમાં લઈ લે છે. ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં તે ચિંતાનું કારણ બન્યો છે. 


આ બાજુ વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) નું આ સંદર્ભે કહેવું છે કે કોરોનાનો આ નવો વેરિએન્ટ બે અલગ અલગ વેરિએન્ટથી બનેલો છે. તજજ્ઞોના જણાવ્યાં મુજબ કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટના આ બે સ્વરૂપ છે. પહલો ઓમિક્રોન બીએ.1 અને બીજો બીએ.2. આ બે વેરિએન્ટના કોમ્બિનેશનથી આ નવો વેરિએન્ટ બનેલો છે. અત્રે જણાવવાનું કે કોઈ નવું કોમ્બિનેશન ત્યારે તૈયાર થાય જ્યારે કોઈ વ્યક્તિ એક કરતા વધુ વેરિએન્ટથી સંક્રમિત થયો હોય. 


નવા વેરિએન્ટના લક્ષણો
Covid-19 XE Variant કેટલો ખતરનાક છે અને તેનાથી માનવજાતિને શું નુકસાન થઈ શકે છે તે અંગે હજુ અભ્યાસ થઈ રહ્યો છે. WHO નું કહેવું છે કે આ મામલે પુરતા પુરાવાના અભાવે હજુ કઈ કહી શકાય નહીં. લક્ષણો અંગે પણ કોઈ ચોક્કસ સ્પષ્ટતા નથી. પરંતુ એવું મનાઈ રહ્યું છે કે ઓમિક્રોનના બે સબ વેરિએન્ટ મળીને આ નવો વેરિએન્ટ આવ્યો છે. તો તેના લક્ષણો પણ ભળતા હોઈ શકે છે. 


આ નવા વેરિએન્ટના લક્ષણોમાં તાવ, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ, શરીરનું કળતર, માથાનો દુ:ખાવો, નાકનું ગળતર, ગળામાં ખરાશ વગેરે હોઈ શકે છે. આ ઉપરાંત કેટલાક નવા લક્ષણોમાં થાક, ધબકારા વધવા, સૂંઘવા અને સ્વાદમાં કમી આવવી, ચક્કર આવવા જેવા લક્ષણો પણ અનુભવાઈ શકે છે. જો આવા લક્ષણો જોવા મળે તો તરત તપાસ કરાવી લેવી જોઈએ. 


Interesting News: 15 વર્ષથી 3 પ્રેમિકા સાથે લિવ ઈનમાં રહેતા યુવકે હવે કર્યા લગ્ન, પ્રેમિકાઓથી 6 બાળકો પણ છે


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube