નવી દિલ્હી: દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ છે. કોરોનાના કુલ કેસ બે કરોડને પાર થઈ ગયા છે. દેશમાં હાલ 30 લાખથી વધુ એક્ટિવ કેસ છે. મહામારીના વધતા જોખમ વચ્ચે હવે બિહાર સરકારે 15મી મે સુધી લોકડાઉન જાહેર કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીએમ નીતિશકુમારે કરી જાહેરાત
મુખ્યમંત્રી નીતિશકુમારે લોકડાઉનની જાહેરાત કરતા કહ્યું કે કેબિનેટ પ્રસ્તાવ પર અમે આજે લોકડાઉન લગાવવાનો નિર્ણય કર્યો છે અને લોકડાઉનની વિસ્તૃત ગાઈડલાઈન જાહેર કરવાનો આદેશ આપ્યો છે. 


બિહારના હાલ બેહાલ
કોરોના વાયરસના પ્રકોપથી બિહાર પણ ખરાબ રીતે પ્રભાવિત છે. આ મહામારીમાં તથા તેનાથી સંક્રમિત વ્યક્તિઓની તપાસ અને ઉપચાર હેતુ સામગ્રી સેવા તથા અન્ય આધારભૂત સંરચનાની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારે અનેક નિર્ણય લીધા છે. મુખ્યમંત્રી નીતિશકુમારે ગઈ કાલે સોમવારે એક હાઈલેવલ મીટિંગ બાદ કોરોના માટેના ફંડની રચનાને મંજૂરી આપી હતી. 


સીએમ નીતિશકુમારે ટ્વીટ કરીને કહ્યું કે ગઈ કાલે સહયોગી મંત્રીગણ અને પદાધિકારીઓ સાથે ચર્ચા બાદ બિહારમાં હાલ 15 મે 2021 સુધી લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લીધો છે. તેની વિસ્તૃત માર્ગદર્શિકા અને બાકી ગતિવિધિઓ અંગે આજે જ ક્રાઈસિસ મેનેજમેન્ટ ગ્રુપને કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. 


હાઈકોર્ટે લગાવી હતી ફટકાર
આ અગાઉ હાઈકોર્ટે રાજ્ય સરકારને પ્રદેશની વિકરાળ પરિસ્થિતિ જોતા ફટકાર લગાવી હતી. હાઈકોર્ટે કહ્યું હતું કે તેઓ જલદી જણાવે કે લોકડાઉન અંગે શું વિચારી રહ્યા છે. હાઈકોર્ટે એમ પણ કહ્યું હતું કે સરકાર પાસે કોઈ નક્કર એક્શન પ્લાન નથી. અત્યાર સુધી અપાયેલા એક્શન પ્લાન પણ અડધા પડધા છે. 


Corona Crisis: લોકડાઉનમાં જ્યારે શાળાઓ બંધ હોય તો કેટલી ફી ભરવી પડશે? સુપ્રીમ કોર્ટે આપ્યો આ ચુકાદો


Mahoba: જબરી હોશિયાર દુલ્હન, છેલ્લી ઘડીએ એક એવી ટ્રિક વાપરીને દુલ્હેરાજાનું જુઠ્ઠાણું બહાર પાડ્યુ, લગ્ન ફોક


સ્ટડીમાં દાવો: Covid-19 ને હરાવ્યા બાદ પણ અનેક મહિના પછી કોરોનાથી થઈ શકે છે મોત


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube