નવી દિલ્હીઃ કોરોના મહામારીનો પ્રકોપ હજુ ખતમ થયો નથી. ગુરૂવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યુ કે, કેરલમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા ઘટી છે પરંતુ દેશના કુલ કોરોના કેસમાં અડધાથી વધુ એક્ટિવ કેસ કેરલમાં છે. સ્વાસ્થ્ય વિભાગ તરફથી જાણકારી આપવામાં આવી કે દેશભરમાં કોરોનાના સક્રિય કેસોમાં ઘટાડો થયો છે. મંત્રાલય પ્રમાણે રિકવરી રેટ વધ્યો છે. આ સમયે દેશમાં રિકવરી રેટ 98 ટકા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરંતુ કોરોનાથી હજુ સંપૂર્ણ મુક્તિ મળી નથી. સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે દેશના 18 જિલ્લામાં હજુ પણ દર સપ્તાહે 5થી 10 ટકા કોરોનાના પોઝિટિવ કેસ આવી રહ્યાં છે. તહેવારોની સીઝન જોતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે લોકોને અપીલ કરી છે કે તે ભીડવાળી જગ્યાઓ પર જવાથી બચે, શારીરિક અંતર જાળવીને રાખે અને માસ્કનો ઉપયોગ જરૂર કરે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, કોરોના સાથે જોડાયેલા તમામ નિયમોનું પાલન કરતા તહેવારોનો આનંદ લો. 


આ પણ વાંચોઃ Punjab: નવજોત સિંહ સિદ્ધુએ મુખ્યમંત્રી ચરણજીત સિંહ સાથે કરી મુલાકાત, આ મુદ્દે થઈ ચર્ચા  


કેરલમાં હજુ પણ સૌથી વધુ કોરોના કેસ છે. કેરલમાં 1,44,000 કોરોના કેસ છે. જે દેશમાં કોરોનાના કેસોની સંખ્યાના 52 ટકા છે. મહારાષ્ટ્રમાં 40 હજાર એક્ટિવ કેસ છે. તમિલનાડુમાં 17 હજાર, મિઝોરમમાં 16800, કર્ણાટકમાં 12 હજાર અને આંધ્ર પ્રદેશમાં 11 હજાર એક્ટિવ કેસ છે. 


આઈસીએમઆરના ડીજી ડોક્ટર બલરામ ભાર્ગવે કહ્યુ કે, આ સમયે બિનજરૂરી યાત્રાઓ ટાળવી જોઈએ અને તહેવારોની ઉજવણી કોરોનાના પ્રોટોકોલના પાલન સાથે કરવી જોઈએ. 


આ પણ વાંચોઃ અરૂણાચલ પ્રદેશમાં ગ્રામજનો સાથે કિરણ રિજિજૂએ કર્યો ડાન્સ, વીડિયો વાયરલ, PM મોદીએ કરી પ્રશંસા


ભૂષણે આગળ કહ્યુ કે, મહામારી હજુ ગઈ નથી. હાલના સમયે દેશમાં એવા 48 જિલ્લા છે, જ્યાં પોઝિટિવિટી રેટ પાંચ ટકાથી વધુ છે. 18 જિલ્લા એવા છે જ્યાં પોઝિટિવિટી રેટ 5થી 10 ટકા છે. તેવા 30 જિલ્લા છે જ્યાં પોઝિટિવિટી રેટ 10 ટકાથી વધુ છે. અત્યાર સુધી 88 કરોડથી વધુ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. તેમાંથી 64 કરોડથી વધુ પ્રથમ ડોઝ અને 23.70 કરોડ બીજો ડોઝ સામેલ છે. એટલું જ નહીં 99 ટકા સ્વાસ્થ્યકર્મીઓને પ્રથમ ડોઝ આપવામાં આવી ચુક્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube