નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસનો પહેલો કેસ સામે આવી ચુક્યો છે. કોરોનાનો દર્દી સફદરજંગ હોસ્પિટલમાં દાખલ છે. તેના પરિવાર અને નજીકના લોકોની તપાસ કરવામાં આવી રહી છે અને તે દેખરેખમાં છે. દિલ્હી સરકાર તથા કેન્દ્ર સરકાર બંન્ને કોરોનાનો સામનો કરવા માટે મોટા પગલાં ભરી રહી છે. લોકોના મનમાં કોરોનાનો ડર છે અને સરકાર સતત અપીલ કરી રહી છે કે ડરો નહીં. મંગળવારે સાંજે દિલ્હી સરકારમાં સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન અને નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ એક પત્રકાર પરિષદ યોજીને કોરોના વિશે વાત કરી હતી. સ્વાસ્થ્ય મંત્રીએ અપીલ કરીનેક હ્યું કે, લોકોએ ડરવાની જરૂર નથી. આ એક બીમારી છે જે સારવાર કરવાથી ઠીક થઈ જાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડરો નહીં, સાવધાની રાખો
સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે કોરોના વાયરસથી બચવા માટે કેટલિક સાવધાની રાખવાની જરૂર છે. તેમાં સૌથી જરૂરી છે કે હાથ ધોઈને પોતાની આંખ, મોઢા વગેરેને લગાવો. જે વ્યક્તિને કોરોનાનો ચેપ છે તેની નજીક ન જાવો, ઓછામાં ઓછા 2 કે અઢી ફૂટના અંતર પર રહો. સૌથી વધુ જરૂરી છે કે ડરો નહીં. સાફ-સફાઈનું ખુબ ધ્યાન રાખો. તેમણે આગળ કહ્યું કે, દિલ્હીમાં કોરોનાને લઈને ખુબ તૈયારીઓ કરી છે. આ મામલામાં સાવધાની રાખવાની જરૂર છે. 


સત્યેન્દ્ર જૈને આગળ કહ્યું કે, 25 હોસ્પિટલોમાં કોરોનાની સારવારની વ્યવસ્થા કરવામાં આવી છે. 230 બેડ તૈયાર છે. તો 12 જગ્યાએ મેડિકલ ટેસ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સિવાય સાડા ત્રણ લાખ N95 માસ્કની વ્યવસ્થા કરવામાં આવી છે. દિલ્હીમાં કોરોનાના મામલાની સંખ્યા પણ તેમણે જણાવ્યું કે, હજુ સુધી 1 કેસની ખાતરી થઈ છે જ્યારે દેશભરમાં 3-4 કેસ મળ્યા છે. 


કોરોના વાયરસને લઈ ભારત એલર્ટ, આ દેશોના વીઝા રદ્દ, ફ્લાઇટમાં પણ ફેરફાર


દર્દી અને હેલ્થ સ્ટાફને માસ્ક લગાવવાની જરૂર
તો નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ કહ્યું કે, અત્યાર સુધી દિલ્હીમાં કોરોનાનો એક કેસ નોંધાયો છે. તેના સંપર્કમાં જે 10-12 વ્યક્તિ આવ્યા છે, તેને અલગ રાખવામાં આવ્યા છે અને તેની તપાસ પણ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, નોઇડા અને દિલ્હીમાં જે મામલો ગણાવવામાં આવી રહ્યો છે. તેમાં પીડિત વ્યક્તિ એક જ છે. તેમણે કહ્યું કે, ડરવાની જરૂર નથી. જો કોઈમાં કોરોનાના લક્ષણ જોવા મળે તો ડરશો નહીં. દર્દી અને હેલ્થ સ્ટાફે માસ્ક પહેરવાની જરૂર છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક..