નવી દિલ્હી : કોરોના વાયરસ છેવટે ચીનના સીમાડા છોડીને અન્ય દેશોમાં પ્રવેશ્યો છે. મહામારી સમો કોરોના વાયરસે હવે ભારતમાં પણ દસ્તક આપી છે. છેલ્લા બે સપ્તાહની સતતત તકેદારી અને તપાસ બાદ પણ ભારતમાં કોરોના વાયરસનો પહેલો કેસ નોંધાયો છે. કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે કેરલ નિવાસી એક વિદ્યાર્થીને કોરોના વાઇરસની અસર છે. સંક્રમણના લક્ષણ દેખાતાં આ વિદ્યાર્થીને હોસ્પિટલમાં દાખલ કરાયો છે. જોકે હાલમાં આ વિદ્યાર્થીની તબિયત સુધારા પર છે. આ વિદ્યાર્થી વુહાન વિશ્વ વિદ્યાલયમાં અભ્યાસ કરતો હતો અને હાલમાં જ ભારત પરત આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

17 વર્ષ પહેલાની મહામારી કરતાં પણ કેમ છે ખતરનાક? જાણો 


અત્યાર સુધી 170 લોકોના થયા છે મોત
સત્તાવાર આંકડા અનુસાર પડોશી દેશમાં અત્યાર સુધી અંદાજે 170 લોકોના મોત નીપજ્યાં છે. સમગ્ર દુનિયામાં અંદાજે 7700 લોકો કોરોના વાયરસની ચૂંગાલમાં આવી ચૂક્યા છે. જોકે હજુ સુધી વિશ્વ હેલ્થ સંગઠન (WHO)ને આ વાયરસના હુમલાને પબ્લિક કટોકટી જાહેર નથી કરી. પરંતુ પ્રતિરોજ આ રોગથી થઇ રહેલ મોત અને અસર જોતાં ચીનમાં આરોગ્યને લઇને કટોકટી જેવો માહોલ છે. 


સરકારની સલાહ- કોરોના વાયરસથી બચવું છે? અપનાવો આ


ભારતીય નાગરિકોને લાવવા પ્રયાસ
ભારત સરકારે પોતાના નાગરિકોને અસરગ્રસ્ત વિસ્તારોમાંથી વતન પરત લાવવા માટે પ્રયાસ તેજ કર્યા છે. વિદેશ મંત્રાલયે વુહાન શહેરમાં ફસાયેલા ભારતીય નાગરિકોને કન્સર્ટ ફોર્મ ઉપલબ્ધ કરાવ્યા છે. જેની મદદથી વિદેશ મંત્રાલય ચીનના આ શહેરમાં ફસાયેલા લોકોની સટીક જાણકારી મેળવી શકશે અને પરત લવાવાની કામગીરી થઇ શકશે.