Corbevax Vaccine for Kids aged 5 to 11: ભારતના સેન્ટ્રલ ડ્રગ્સ ઓથિરિટીની એક વિશેષજ્ઞ સમિતિએ પાંચથી 11 વર્ષના બાળકો મઍટે બાયોલોઝિકલ ઇના કોવિડ 19 વિરોધી રસી કોર્બેવેક્સ માટે ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવાની ભલામણ કરી છે. આ જાણકારી સત્તાવાર સૂત્રોએ ગુરૂવારે આપી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

12 થી 17 વર્ષના માટે મંજૂરી
સીડીએસસીઓની કોવિડ 19 પર વિષય વિશેષજ્ઞ સમિતિએ જોકે બે થી 11 વર્ષના આયુના બાળકોની વચ્ચે કોવેક્સીનના ઉપયોગ માટે ભારત બાયોટેક પાસે ઇમરજન્સી ઉપયોગ ઓથોરિટી (ઇયુએ) તેની અરજીની સમીક્ષા માટે વધુ આંકડા માંગ્યા છે. ભારતના ડીસીજીઆઇએ ગત વર્ષે 28 ડિસેમ્બરના રોજ વયસ્કોમાં ઇમરજન્સી સ્થિતિઓમાં પ્રતિબંધિત ઉપયોગ માટે કોવોવૈક્સને મંજૂરી આપી હતી અને આ વર્ષે 9 માચના રોજ કેટલીક શરતોને આધીન 12 થી 17 વર્ષના આયુ વર્ગના લોકો માટે ઉપયોગની મંજૂરી આપી હતી. 

Covid in Delhi: દિલ્હીમાં 4 મહિનાના માસૂમને થયો કોરોના, બાળક ઓક્સિજન સપોર્ટ પર


કોવૈક્સીનને મળી ચૂકી છે મંજૂરી
બાયોલોજિકલ ઇના કોર્બેવૈક્સનો ઉપયોગ 12 થી 14 વર્ષના બાળકોને કોવિડ 19 વિરોધી રસી લગાવવા માટે કરવામાં આવે છે. 24 ડિસેમ્બર 2021 ના રોજ 12 થી 18 વર્ષની ઉંમરના માટે ડીસીજીઆઇ દ્રારા કોવૈક્સીનને ઇમરજન્સી ઉપયોગ યાદી (ઇયૂએલ) પ્રદાન કરવામાં આવી છે.  


12-14  વર્ષના બાળકોને લગાવવામાં આવે છે આ રસી
એક સૂત્રએ કહ્યું કે 'બાયોલોજિકલ ઇના ઇયૂએ અરજી પર વિચાર-વિમર્શ કરનાર સીડીસસીઓની કોવિડ 19 સંબંધી વિષય વિશેષજ્ઞ સમિતિએ પાંચથી 11 વર્ષના આયુ વર્ગમાં કોર્બેવૈક્સના ઉપયોગ માટે ઇમરજન્સી ઉપયોગ અનુમતિ આપવાની ભલામણ કરી છે. ભારતે 16 માર્ચના રોજ 12-14 વર્ષના બાળકોને રસીકરણ શરૂ કર્યું. 


કોવૈક્સીન 12 થી 18 વર્ષના બાળકોને લગાવવામાં આવે છે
ભારત બાયોટેકની વેક્સીન કોવેક્સીનને 2 થી 11 વર્ષના બાળકોમાં લગાવવાના મામલે વધુ ડેટા માંગ્યો છે. હાલ કોવેક્સીન 12 થી 18 વર્ષના બાળકોને લગાવવામાં આવે છે. નોવોવૈક્સની વેક્સીન કોવોવૈક્સને માર્ચ મહિનામાં શરતો સાથે 12 થી 17 વર્ષના બાળકોને લગાવવાની મંજૂરી મળી ચૂકી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube