નવી દિલ્હી: રાજધાની દિલ્હીની નજીક ગૌતમ બુદ્ધ નગર એટલે કે નોઈડાના ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાનો ભયંકર કહેર જોવા મળી રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં હાલમાં જ પૂરી થયેલી પંચાયત ચૂંટણી બાદ ગામડાઓમાં કોરોના સંક્રમણમાં અચાનક વધારો થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગ્રેટર નોઈડા વેસ્ટના અનેક ગામડાઓમાં છેલ્લા 20 દિવસમાં 65થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. મૃતકોમાં મોટાભાગના વૃદ્ધ છે જેમને પહેલેથી અનેક બીમારીઓ હતી. અહીં હજુ પણ ઘણા લોકો તાવથી પીડાય છે અને અનેક લોકોમાં કોરોનાના સ્પષ્ટ લક્ષણ છે. 


આ ગામોમાં સ્થિતિ વણસી
ગ્રેટર નોઈડા વિસ્તારમાં આવતા ખેરપુર ગુર્જર, જલાલપુર, મિલક લચ્છી અને સૈનીમાં હાહાકાર મચી ગયો છે. હિન્દુસ્તાનમાં છપાયેલા એક અહેવાલ મુજબ ખેરપુરના ગ્રામીણોએ જણાવ્યું કે 15 દિવસમાં 25થી વધુ લોકોના મોત થયા છે. જેમાં મોટાભાગના લોકો તાવ, ઉધરસ, શરદી, અને હાથપગમા દુખાવાની ફરિયાદથી પીડાતા હતા. જ્યારે કેટલાક લોકોને શ્વાસની સમસ્યા હતી. 


Corona Update: 24 કલાકમાં 4200થી વધુ લોકોના મોત, નવા કેસમાં પણ ઉછાળો, જાણો લેટેસ્ટ અપડેટ


હજુ સુધી નથી થયું સેનેટાઈઝેશન
હાલાત બગડતા લોકોમાં નારાજગી છે. ગ્રામીણોએ કહ્યું કે મૃતકોમાં 35થી 50 વર્ષની ઉમરના વધુ લોકો સામેલ છે. તમામ જાણકારી પ્રશાસન અને ગ્રેટર નોઈડા ઓથોરિટીના અધિકારીઓને આપવામાં આવી છે પરંતુ હજુ પણ ગામડાઓમાં સેનેટાઈઝેશન કરાવવામાં  આવ્યું નથી. 


રિપોર્ટ્સ મુજબ એ જ રીતે ગામડાઓમાં પણ 15 દિવસમાં 25 લોકોના મોત થઈ ચૂક્યા છે. 28 એપ્રિલથી હાલાત ખુબ બગડ્યા છે. મળતી માહિતી મુજબ આ ગામમાં તાવ, ઉધરસ, શરદીના દર્દીઓ વધુ છે. 


Covid-19 2nd Wave: એક્સપર્ટનો દાવો-કોરોના વાયરસની બીજી લહેર નબળી પડી, પણ....


તપાસ કરાવતા ખચકાય છે લોકો
આ બાજુ સૈની ગામના પણ હાલાત કઈક આવા જ છે. અહીં છેલ્લા 20 દિવસમાં 10થી વધુ લોકોના મોત થયા છે. ગામના લોકો ઉધરસ, શરદી અને તાવથી પીડિત છે. ગામના રવિન્દ્ર શર્માએ જણાવ્યું કે અનેક લોકોમાં લક્ષણો હોવા છતા તેઓ તપાસ કરાવતા ખચકાય છે. જ્યારે ગ્રેટર નોઈડા વેસ્ટના ગામ મિલક લચ્છીમાં તો 100થી વધુ લોકો તાવની ઝપેટમાં છે. આ ગામમાં 15 દિવસમાં પાંચ લોકોના મોત થઈ ચૂક્યા છે. અહીં લોકો ગામમાં તપાસ કેમ્પ લગાવવાની માગણી કરી રહ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube