Corona Virus: કોરોનાએ એકવાર ફરીથી ચિંતાતૂર કરી મૂક્યા છે. જાપાન, દક્ષિણ  કોરિયા, બ્રાઝિલ, ચીન, અમેરિકા જેવા દેશોમાં કોવિડ-19ના કેસમાં હાલના સમયમાં થયેલા વધારા વચ્ચે સ્વાસ્થ્ય મંત્રાલયે દેશમાં મહામારીની સ્થિતિની સમીક્ષા કરી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આજે ટોચના અધિકારીઓ અને વિશેષજ્ઞો સાથે મહામારીની સ્થિતિ પર સમીક્ષા બેઠક  યોજી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ બેઠકમાં નીતિ આયોગના સભ્ય ડો. વીકે પોલ, કોવિડ-19 વર્કિંગ ગ્રુપ NTAGI ડો. એન કે અરોડા, ICMR ના ડીજી ડો. રાજીવ બહલ સહિત સ્વાસથ્ય મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. અત્રે જણાવવાનું કે મંગળવારે કેન્દ્રએ રાજ્યોને કોવિડના પોઝિટિવ મામલાઓના જીનોમ સિક્વેન્સિંગના નિર્દેશ આપ્યા હતા. તેનાથી જાણવા મળશે કે દેશમાં કોરોનાનો નવો વેરિએન્ટ તો નથી ને. ભારત પર હાલ જો કે કોઈ પણ પ્રકારના જોખમનો હેલ્થ એક્સપર્ટ્સ ઈન્કાર કરી રહ્યા છે. જો કે એક્સપર્ટ્સે તમામને સાવધાની વર્તવાની સલાહ આપી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube