નવી દિલ્હી: ભારતીય રેલવે પર પણ કોરોના વાયરસની જોરદાર અસર પડી છે. લાખોની સંખ્યામાં લોકો ટ્રેન કેન્સલ કરાવી રહ્યા છે, જેના લીધે રેલવેને લાખો રૂપિયા રિફંડના રૂપમાં મુસાફરોને આપવાના છે. રેલવે મુસાફરોની સંખ્યામાં ઘટાડો અને સાવધાનીના ભાગરૂપે રેલવેએ ડઝનો ટ્રેન પણ કેન્સલ કરી દીધી છે. ના ફક્ત નોર્ધન રેલવેએ કોરોના વાયરસના લીધે 6 ટ્રેનો પણ હાલ રદ કરી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નોર્ધન રેલવેના પ્રવક્તા દીપક કુમારે ZEE NEWSને જણાવ્યું 'માર્ચ પહેલાં અઠવાડિયામાં ટ્રેન ટિકીટ કેન્સેલેશનમાં જોરદાર વધારો જોવા મળ્યો છે. 1 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી અત્યાર સુધી 8 લાખ ટિકીટ કેન્સલ થઇ ચૂકી છે. માર્ચામં જ ટિકીટ કેન્સેલેશનમાં 25%નો વધારો થયો છે. જોકે ગત સિઝનના મુકાબલે વધુ છે. 


તેમણે કહ્યું કે 'ના ફક્ત નોર્થન રેલવેએ જ કાલે 6 ટ્રેનોને રદ કેન્સલ અથવા રદ કરી છે. ઇસ્ટર્ન અને વેસ્ટર્ન રેલવેમાં ટ્રેન કેન્સિલેશન અથવા કેન્સેલેશનની સંખ્યા સૌથી વધુ. 150 ટ્રેનોની ઓક્યૂપેન્સી પર સતત નજર રાખવામાં આવી છે અને તેમને રદ કરવાનો નિર્ણય જલદી કરવામાં આવી શકે છે. મોટા સ્ટેશન જેવા નવી દિલ્હી સ્ટેશન વગેરે જગ્યાએ રેગુલર ફ્યૂમિગેશન કરવામાં આવી રહ્યું છે. 


ટ્રેનને ફ્યૂમિગેટ કરવામાં આવી રહ્યા છે
રેલવે પ્રવક્તાએ જણાવ્યું કે 'ટ્રેન જેવી જ મેન્ટેનેન્સ માટે આવે છે અથવા યાત્રા પુરી કરે છે તાત્કાલીક આખી ટ્રેનને ફ્યૂમિગેટ કરવામાં આવી રહી છે. ટ્રેનમાં એસી કોચમાં બ્લેંકેટ (ધાબળો) આપવામાં આવતો નથી. એસી કોચ પરથી પડદો ઉઠી ગયો છે. બેડિંગ અથવા ચાદર આપવામાં આવી રહી છે અને તેને દરરોજ ધોવામાં અથવા સાફ કરવામાં આવી રહી છે. એસી કોચમાં ટેંપરેચરને 25-26 ડિગ્રી જ રાખવામાં આવી રહ્યું છે. સ્ટેશન પર સતત જિંગલ્સ, પોસ્ટર દ્વારા લોકોને જાગૃત અને માહિતગાર કરવામાં આવી રહી છે. 


તાત્કાલિક પહોંચાવામાં આવી રહી છે મદદ
રેલવેના અનુસાર જો કોઇ ટ્વિટર અથવા ફેસબુક અથવા સોશિયલ મીડિયા દ્વારા રેલ યાત્રા દરમિયાન જ મેડિકલ મદદ માંગવામાં આવી રહી છે તેમને તાત્કાલિક મેડિકલ સુવિધા પુરી પાડવામાં આવી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube