Covid-19 cases in India: કોરોનાથી ડરો નહીં, અલર્ટ રહો...પ્રતિબંધો વિશે સરકારનું શું કહેવું છે તે ખાસ જાણો
Corona In India: ચીન જાપાન અને અમેરિકા સહિત અનેક દેશોમાં ઝડપથી પ્રસરી રહેલા કોરોના વાયરસ સંક્રમણ અંગે ભારત સરકાર પણ ખુબ સતર્ક છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ શુક્રવારે મોટું નિવેદન આપ્યું છે. જાણો તેમણે પ્રતિબંધો વિશે શું કહ્યું?
Corona In India: ચીન જાપાન અને અમેરિકા સહિત અનેક દેશોમાં ઝડપથી પ્રસરી રહેલા કોરોના વાયરસ સંક્રમણ અંગે ભારત સરકાર પણ ખુબ સતર્ક છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ શુક્રવારે ભારતમાં 'સ્થિર સ્થિતિ'નો હવાલો આપતા કહ્યું કે, ઉચ્ચ સંક્રમણ દરવાળા દેશોથી ફ્લાઈટ પ્રતિબંધ સહિત કડક કોવિડ સંલગ્ન પ્રતિબંધો લગાવવાની હાલ કોઈ યોજના નથી. માંડવિયાએ કહ્યું કે 'આપણે કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરનું પાલન કરતા રહેવું જોઈએ અને બુસ્ટર ડોઝ લઈ લેવો જોઈએ તથા આશા છે કે આપણે પ્રતિબંધ લગાવવાની જરૂર નહીં પડે.'
સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આ ટિપ્પણી એવા સમયે કરી જ્યારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે બેઠક તેમણે બેઠક યોજી. બીજી બાજુ સ્વાસ્થ્ય મંત્રાલયે અલગથી નાગરિકો માટે વર્ષના અંતમાં તહેવાર મનાવતી વખતે સાવધાની વર્તવાનો આગ્રહ કરવા માટે દિશાનિર્દેશ પણ બહાર પાડ્યા છે.
સાવધાની વર્તો, માસ્ક પેહરો, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો
વિશેષજ્ઞોનું એમ પણ કહેવું છે કે આ સાવધાની વર્તવી, માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું વગેરે મુખ્ય ઉપાયો છે જે કોઈ પણ શ્વસન રોગના પ્રસારને રોકવા માટે કરવા જોઈએ અને કોવિડ પણ તેનાથી અલગ નથી.
દિલ્હીના અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાનના પૂર્વ પ્રમુખ ડો જીસી ખિલનાનીએ કહ્યું કે જો ભીડભાડ અને ઈનડોર સ્થળોએ જવું હોય તો લોકોએ વધારાની સાવધાની વર્તવા અને માસ્ક પહેરવા તથા શારીરિક અંતર જાળવવા જેવા યોગ્ય વ્યવહારનું કડકાઈથી પાલન કરવાની જરૂર છે અને તેનાથી પણ મહત્વની વાત એ છે કે, જો તમે અગાઉ બુસ્ટર ડોઝ ન લીધો હોય તો લઈ લો.
માંડવિયાએ કહ્યું- પ્રતિબંધોની જરૂર નથી
માંડવિયાએ શુક્રવારે મીડિયા બ્રિફિંગ દરમિયાન કહ્યું કે, દેશની સ્થિતિ એવી નથી કે કોઈ પણ પ્રકારના કડક ઉપાયો લાગૂ કરવાની જરૂર પડે. અમે ઠીક કરી રહ્યા છીએ અને આટલા સમય બાદ લોકો પણ ઘણા જાગૃત થઈ ગયા છે અને પોતે પણ સાવધાની વર્તી રહ્યા છે. એની કોઈ જરૂર નથી તો ગભરાવવાનો કોઈ અર્થ નથી.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓથી ખબર પડે છે કે ભારતના કોવિડ 19 આંકડા સ્થિર બનેલા છે અથવા તો હાલ ઓછા સામે આવી રહ્યા છે. દેશમાં ટેસ્ટ પોઝિટિવિટી દર સપ્તાહ દર સપ્તાહ ઘટી રહ્યો હતો. 22 ડિસેમ્બરના રોજ પૂરા થઈ રહેલા સપ્તાહમાં ફક્ત 0.14 ટકા સેમ્પલ સંક્રમિત મળ્યા હતા.
દેશના કેટલાક રાજ્યોમાં પોઝિટિવ કેસ નથી
મંત્રાલયે પોતાના આંકડાનો હવાલો આપતા કહ્યું કે આઠ રાજ્યો અને ચાર કેન્દ્ર શાસિત પ્રદેશોમાં હાલ કોઈ એક્ટિવ કેસ નથી. ઈમરજન્સી સ્થિતિઓની નિગરાણી હેઠળ સ્વાસ્થ્ય મંત્રાલય જલદી દેશભરના તમામ પ્રમુખ હોસ્પિટલોમાં એક ડ્રિલ કરશે જેમાં જનશક્તિ, ઓક્સીજનની આપૂર્તિ અને બેડ, વેન્ટિલેટર તથા દવાઓની ક્ષમતાનું પરીક્ષણ કરવામાં આવશે.
આ એક યુદ્ધની તૈયારી કરવા જેવું છે
સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું, આ યુદ્ધની તૈયારી કરવા જેવું છે, જેના માટે આપણે સારી રીતે તૈયાર રહેવું પડશે. તૈયારીની તપાસ કરવા માટે એક ડ્રિલ પ્રભાવી રીત છે. એ રાખવું મહત્વપૂર્ણ છે કે ગભરાવવાની જરૂર નથી.
રાજ્યના મંત્રીઓ સાથે સમીક્ષા દરમિયાન સ્વાસ્થ્ય મંત્રીએ એ વાત ઉપર ભાર મૂક્યો કે કેન્દ્ર અને રાજ્યોએ મળીને તથા સહયોગાત્મક ભાવનાથી કામ કરવાની જરૂર છે. જેવું મહામારીના સમયમાં ગત વખતે કરવામાં આવ્યું હતું.
સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે ભારતીય SARS-COV-2 જીનોમિક્સ કન્સોર્ટિયમ (INSACOG) ના માધ્યમથી વેરિએન્ટને ટ્રેક કરવા માટે સકારાત્મક નમૂનાની સમગ્ર જીનોમ સિક્વેન્સિંગ માટે નિગરાણી પ્રણાલીને મજબૂત કરવા માટે પોતાના મંત્રાલયની પૂર્વ વિજ્ઞપ્તિને દોહરાવી.
સ્વાસ્થ્ય સચિવે બહાર પાડી ગાઈડલાઈન
શુક્રવારે (23 ડિસેમ્બર) સરકારે એક ગાઇડલાઇન બહાર પાડી, "કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે રાજ્યોને પત્ર લખીને વિશેષ ધ્યાન આપવા જણાવ્યું છે કારણ કે આગામી દિવસોમાં તહેવારો આવી રહ્યા છે." આ સાથે ટેસ્ટિંગ, ટ્રીટમેન્ટ અને ટ્રેસિંગ પર ભાર મૂકવાની પણ સલાહ આપવામાં આવી છે. રાજ્યોને એ સુનિશ્ચિત કરવા પણ કહેવામાં આવ્યું હતું કે તમામ લોકો પ્રિકોશન ડોઝ લે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube