નવી દિલ્હીઃ કોરોના વાયરસને લઈને દેશમાં ખતરો સતત વધી રહ્યો છે. બુધવારે સવાર સુધી ભારતમાં કોરોના વાયરસના કેસની સંખ્યા 59 થઈ ગઈ છે. છેલ્લા ત્રણ દિવસમાં આ કેસો વધ્યા છે અને સૌથી વધુ અસર કેરલમાં જોવા મળી રહી છે. માત્ર મંગળવારે કેરલમાં કોરોનાના 10થી વધુ કેસો સામે આવ્યા છે. ભારતમાં અત્યાર સુધી ક્યાં રાજ્યમાં કેટલા કોરોનાના કેસ સામે આવ્યા છે તેના પર એક નજર...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

• મહારાષ્ટ્ર - 5


• કેરળ - 14


• કર્ણાટક - 4


• તમિલનાડુ -.


• રાજસ્થાન - 3


. તેલંગાણા -.


• પંજાબ -.


• જમ્મુ -.


• લદાખ - 2


• દિલ્હી-એનસીઆર - 6


• ગુરુગ્રામ - 14


• ઉત્તરપ્રદેશ - 7


હવે મહારાજ અને શિવરાજ બંન્ને ભાજપમાં: પૂર્વ સીએમ ચૌહાણ  


સતત સાવચેતી વધારી રહી છે સરકાર
કેન્દ્ર સરકાર તરફથી કોરોના વાયરસને લઈને સતત સતર્કતા વધારવામાં આવી રહી છે. એરપોર્ટ પર તમામ આંતરરાષ્ટ્રીય યાત્રીકોનું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે, ત્યારબાદ ભારતમાં એન્ટ્રી આપવામાં આવી રહી છે. સરકાર દ્વારા જણાવવામાં આવેલા આંકડા પ્રમાણે, અત્યાર સુધી એરપોર્ટ પર 6 લાખથી વધુ લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. 


તો દિલ્હીમાં પણ તેનો સામનો કરવાની સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે. દિલ્હીમાં કેટલિક હોસ્પિટલો નક્કી કરવામાં આવી છે, જ્યાં પર કોરોના વાયરસના શંકાસ્પદોને લાવવામાં આવી રહ્યાં છે. દિલ્હીમાં સતત મેટ્રો અને બસોની સફાઇ કરવામાં આવી રહી છે, જેથી લોકોમાં વાયરસ નો ફેલાવો અટકાવી શકાય. 


કોરોના વાયરસ સાથે જોડાયેલા અપડેટ્ વાંચો
દેશમાં અત્યાર સુધી કોરોના વાયરસના ચેકઅપની કુલ 49 લેબ બનાવવામાં આવી છે, જે દેશના અલગ અલગ ભાગમાં છે. અહીં ચેકિંગ થયા બાદ જ કોઈ વ્યક્તિમાં કોરોના વાયરસનો ચેપ છે કે નહીં તેની ખાતરી કરવામાં આવી રહી છે. જો વિશ્વભરની વાત કરીએ તો કોરોના વાયરસને કારણે મૃત્યુ પામનારની સંખ્યા 4000ને પાર કરી ચુકી છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...