નવી દિલ્હી: દેશમાં સતત કોરોનાનું સંક્રમણ વધતુ જાય છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ હાલ દેશમાં કોરોના વાયરસના 19984 કેસ છે. જ્યારે કોરોના વાયરસથી 640 લોકોએ જીવ ગુમાવ્યાં છે. રાહતની વાત એ છે કે 3869 દર્દીઓ સાજા થયા છે. ગત 24 કલાકમાં કોરોનાના 1383 કેસ નવા સામે આવ્યાં છે. જ્યારે 50 લોકોએ જીવ ગુમાવ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ દેશમાં 61 જિલ્લા એવા છે જ્યાં છેલ્લા 14 દિવસથી કોરોનાના કોઈ કેસ સામે આવ્યાં નથી. જ્યારે ગૃહ મંત્રાલયનું કહેવું છે કે રાજ્યોના લોકડાઉન પાલન કરવાને લઈને સતત મોનિટરિંગ થઈ રહ્યું છે. 


દિલ્હીમાં કોરોના સંક્રમણના 2081 કેસ સામે આવ્યાં છે. 47 લોકોએ જીવ ગુમાવ્યાં છે. જ્યારે 431 દર્દીઓ ઠીક થયા છે. 1603 લોકોની હજુ સારવાર ચાલુ છે. જ્યારે મહારાષ્ટ્રમાં કોરોનાનો પ્રકોપ વધતો જાય છે. અહીં દર્દીઓની સંખ્યા વધીને 4669 થઈ છે. એક જ દિવસમાં 552 કેસ સામે આવ્યાં છે. જ્યારે લગભગ 19 દર્દીઓના મોત એક જ દિવસમાં થયા છે. રાજ્યમાં અત્યાર સુધી 232 લોકોના મોત થયા છે. આ ઉપરાંત 572 લોકો ઠીક પણ થયા છે. 


યુપીમાં કોરોનાના દર્દીઓમાં 870 લોકો તબલિગી જમાત સાથે જોડાયેલા છે. આગરામાં સૌથી વધુ 306 કેસ, લખનઉમાં 168, નોઈડામાં 102 કેસ છે. યુપીમાં અત્યાર સુધીમાં 53 જિલ્લાઓમાં કોરોના સંક્રમિત દર્દી મળી ચૂક્યા છે. 


જુઓ LIVE TV



દુનિયાની વાત કરીએ તો સમગ્ર દુનિયામાં કોરોનાના કારણે અત્યાર સુધીમાં 1,77000થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. 25 લાખ 56 હજારથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. 


સ્પેનમાં કેબિનેટે લોકડાઉન 9મે સુધી આગળ લંબાવ્યું છે. જો કે એપ્રિલ 27થી બાળકોને થોડી છૂટ આપવાની તૈયારી કરાઈ છે. 14 વર્ષથી નાની ઉંમરના બાળકો પોતાના માતા પિતા સાથે સુપરમાર્કેટ કે ફાર્મસી જઈ શકશે. જો કે હજુ પણ પોતાના મિત્રો સાથે તેઓ રમી શકશે નહીં.