નવી દિલ્હી: દેશમાં 14 એપ્રિલ બાદ લોકડાઉન આગળ વધારવું કે નહીં તે થોડીવારમાં જાણ થઈ શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાની સ્થિતિ પર સમિક્ષા માટે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત શરૂ કરી દીધી છે. મીટિંગ દરમિયાન પીએમ મોદીએ દેશમાં અનેક લોકો જે રીતે કપડું વિટાળીને ફરતા હોય છે તેવું કપડું મોઢા પર માસ્કની જેમ વીટાળીને પહેરેલું જોવા મળ્યાં. તેમણે સંવાદ દરમિયાન કહ્યું કે હું તમારા માટે 24*7 ઉપલબ્ધ છું. વીડિયો કોન્ફરન્સિંગમાં અન્ય રાજ્યના મુખ્યમંત્રીઓ પણ માસ્ક પહેરેલા જોવા મળ્યાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ પોતાના ચહેરાને સાધારણ કપડાથી ઢાંકીને રાખ્યું. આમ કરીને તેમણે દેશની જનતાને સંદેશ આપવાની કોશિશ કરી કે જેમની પાસે માસ્ક નથી તેઓ ઘરમાં માસ્ક તૈયાર કરીને ફેસ કવર કરી શકે છે. બેઠક દરમિયાન અનેક રાજ્યોના મુખ્યમંત્રી પોતાના ચહેરાને કપડાથી ઢાંકેલા જોવા મળ્યાં જેમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી પણ એક સાધારણ કપડાંથી મોઢું કવર કરતા જોવા મળ્યાં. 


અનેક રાજ્યોએ લોકડાઉન આગળ વધારવાની કરી અપીલ
બેઠકમાં સીએમ અમરિન્દર સિંહ અને અરવિંદ કેજરીવાલ સહિત ચાર મુખ્યમંત્રીઓએ દેશમાં લોકડાઉન વધારવાની વાત કરી.  દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 30 એપ્રિલ સુધી લોકડાઉન આગળ વધારવાની અપીલ કરી.  પીએમ સાથે સંવાદમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું કે મારા રાજ્યની જીડીપી ડાઉન થઈ રહી છે. તેમણે કોવિડ 19 સામે લડવા માટે કેન્દ્ર પાસે મદદ માંગી છે.



અત્રે જણાવવાનું કે કોરોના વાયરસના વધતા કેસોને જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રીઓની બેઠક બોલાવી છે. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પીએમ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે અલગ અલગ રાજ્યોની પરિસ્થિતિઓ પર ચર્ચા કરી રહ્યાં છે. બેઠકની શરૂઆતમાં સ્વાસ્થ્ય મંત્રાલયે એક પ્રેઝન્ટેશન આપ્યું અને ત્યારબાદ ચર્ચાની શરૂઆત થઈ. સૌથી પહેલા મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ પોતાની વાત રજુ કરી. 



અત્રે જણાવવાનું કે આ બેઠકમાં લોકડાઉનને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવી શકે છે. આ અગાઉ ઓડિશાએ 30 એપ્રિલ અને પંજાબે પહેલી મે સુધી લોકડાઉન આગળ વધારી દીધુ છે.