પેઇચિંગઃ ભારતે રવિવારે ચીનથી આવતા ચીની અને અન્ય વિદેશી મુસાફરો માટે ઈ-વીઝાની સુવિધા અસ્થાયી રૂપથી સ્થગિત કરી દીધી છે. ભારતે આ પગલું ચીનમાં કોરોના વાયરસના ચેપથી 300થી વધુ લોકોના મોત, 14562 લોકો ચેપગ્રસ્ત થવા અને ભારત, અમેરિકા, બ્રિટન સહિત 25 દેશોમાં તેના પ્રસારને ધ્યાનમાં રાખીને ભર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય દૂતાવાસે આ જાહેરાત કરી, 'હાલની ગતિવિધિઓને ધ્યાનમાં રાખીને તાત્કાલિક પ્રવાસથી ઈ-વીઝાના માધ્યમથી ભારતની યાત્રા પર પ્રતિબંધ લગાવવામાં આવે છે.' દૂતાવાસે કહ્યું, 'આ નિર્ણય ચીની પાસપોર્ટ ધારકો અને અન્ય દેશોના તે અરજીકર્તા પર લાગૂ થશે જે ચીનની મુખ્ય ભૂમિમાં રહે છે. આ પ્રકારથી જે લોકોના પહેલા ઈ-વીઝા જારી કરવામાં આવી ચુક્યા છે તે ધ્યાન આપે કે હવે તેના ઈ-વીઝા કાયદેસર નથી.'


ભારતીય દૂતાવાસે આદેશમાં કહ્યું, 'જે લોકો માટે ભારતની યાત્રા જરૂરી છે તે પેઇચિંગ સ્થિત ભારતીય દૂતાવાસ અને શંઘાઈ અને ગ્વાંગઝોઉ સ્થિત મહા વાણિજ્યદૂતાવાસ અને આ શહેરોમાં સ્થિત ભારતીય વીઝા અરજી કેન્દ્રોનો સંપર્ક કરી શકે છે.' આ વચ્ચે ભારતે બીજા ફેરામાં કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત વુહાનમાં ફસાયેલા 323 ભારતીય અને માલદીવના સાત નાગરિકોને રવિવારે કાઢી લીધા છે. 


આ પ્રકારે ભારતે બે વિમાનોથી 654 લોકોને વુહાનથી બહાર કાઢ્યા છે. ઉલ્લેખનીય છે કે ભારતે એર ઈન્ડિયાના જંબો બોઈંગ વિમાન 747ની બે ઉડાન વુહાન માટે ભરી હતી. પ્રથમ ઉડાનમાં શનિવારે 324 લોકોને કાઢવામાં આવ્યા જ્યારે રવિવારે 323 ભારતીય અને સાત માલદીવના નાગરિકોને લઈને વિમાન વુહાનથી ઉડાન ભરી ચુક્યું છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...