નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસ (Coronavirus)થી સંક્રમિત દર્દીઓની સંખ્યા 90.50 લાખ થઇ ગઇ છે જ્યારે કોરોના સંક્રમણથી સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 84.78 લાખ પહોંચી ગઇ છે, જેથી દેશમાં સાજા થનાર લોકોની ટકાવારી 93.67 ટકા વધી ગઇ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે તેની જાણકારી આપી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શનિવારે સવારે આઠ વાગે જાહેર થયેલા આંકડા અનુસાર દેશમાં ગત 24 કલાકમાં કોરોના વાયરસ (Coronavirus)ના 46,232 નવા કેસ સામે આવ્યા છે, ત્યારબાદ સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 90,50,597 થઇ ગઇ છે. 


મંત્રાલયના આંકડા અનુસાર કોરોના વાયરસના કારણે ગત 24 કલાકમાં વધુ 564 લોકોના મોત થયા છે, જેથી મરનારાઓની સંખ્યા વધીને  1,32,726 સુધી પહોંચી ગઇ છે. 

આજથી આ નિયમો તોડશો તો ભરવો પડશે 2 હજાર રૂપિયાનો દંડ, જાણી લો આ નિયમ


આંકડા અનુસાર આજે સતત 11મા દિવસે દેશમાં ઉપચારધીન કેસની સંખ્યા પાંચ લાખથી ઓછી છે. દેશમાં 4,39,747 દર્દીઓની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે, જે સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યાના 4.86 ટકા છે. 


આંકડામાં કહેવામાં આવ્યું છે કે સફળ સારવાર બાદ દેશમાં સંક્રમણ મુક્ત થનાર લોકોની સંખ્યા 84,78,124 પર પહોંચી ગઇ છે. રોગીઓના સંક્રમણ મુક્ત થતાં રાષ્ટ્રીય દર 93.67 ટકા થઇ ગઇ છે, જ્યારે મૃત્યું દર 1.47 ટકા છે. 


દેશમાં કોવિડ 19થી સંક્રમિત થનાર લોકોની સંખ્યા 7 ઓગસ્ટના રોજ 20 લાખને પાર થઇ ગઇ છે. ત્યારબાદ 23 ઓગસ્ટના રોજ 30 લાખ અને 5 સપ્ટેમ્બરના રોજ 40 લાખને પાર થઇ ગઇ છે. 


તેમાં કહેવામાં આવ્યું છે કે 16 સપ્ટેમ્બરના રોજ 50 લાખ, 28 સપ્ટેમ્બરના રોજ 60 લાખ, 11 ઓક્ટોબરના રોજ 70 લાખ તથા 29 ઓક્ટોબરના રોજ 80 લાખને પાર થઇ ગઇ છે. 20 નવેમ્બર સુધી 13.06 કરોડ નમૂનાની તપાસ કરવામાં આવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube