મુંબઈ: મહારાષ્ટ્ર (Maharashtra) માં એકવાર ફરીથી કોરોના વાયરસ (Corona Virus) ના કેસ વધવા લાગ્યા છે. જે ચિંતાની વાત છે. છેલ્લા કેટલાક દિવસોથી નવા કેસમાં રેકોર્ડ ઘટાડાના 42 દિવસ બાદ અચાનક મહારાષ્ટ્રમાં એકવાર ફરીથી કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે. રાજ્યમાં 3365 નવા કોવિડ-19 કેસ આવ્યા છે. આ કારણે મહારાષ્ટ્રે કેરળને પણ પાછળ છોડ્યું છે. કેરળમાં સોમવારે 2884 દર્દીઓ મળ્યા હતા. ખાસ વાત એ છે કે રાજ્યમાં ગત વર્ષ 30 નવેમ્બર બાદ પહેલીવાર આટલા કેસ જોવા મળ્યા છે. મુંબઈના મેયરે કોરોનાના વધતા કેસ પર મોટું નિવેદન આપ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલાત નહીં સુધરે તો લગાવવું પડશે લોકડાઉન- મુંબઈના મેયર
કોરોના (Corona Virus) ના વધતા કેસ પર ચિંતા વ્યક્ત કરતા મુંબઈના મેયર કિશોરી પેડનેકરે (Kishori Pednekar) કહ્યું કે 'આ ચિંતાની વાત છે. ટ્રેનોમાં મુસાફરી કરનારા મોટાભાગના લોકો માસ્ક (Mask) પહેરતા નથી. લોકોએ હજુ પણ સાવધાની વર્તવી જોઈએ, નહીં તો ફરીથી એકવાર લોકડાઉન (Lockdown) લગાવવાનો વારો આવી જશે. લોકડાઉન ફરીથી લાગુ કરવું એ લોકોના હાથમાં છે.' 


Work from Home: કેન્દ્રીય કર્મચારીઓ માટે મહત્વના સમાચાર, સરકારે આ સુવિધા બંધ કરી


ડેપ્યુટી સીએમએ પણ વ્યક્ત કરી હતી ચિંતા
ઔરંગાબાદમાં શનિવારે રાતે પત્રકારો સાથે વાત કરતી વખતે ડેપ્યુટી સીએમ અજિત પવારે પણ આ અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે જો સતત કેસ વધતા રહ્યા, તો અમારે મુખ્યમંત્રી સાથે વાત કરીને કડક પગલાં લેવા પડશે. સોમવારે રાજ્યમાં 23 મોત પણ થયા છે. મહારાષ્ટ્રમાં સંક્રમિતોનો આંકડો 20 લાખ 67 હજાર 643 પર પહોંચી ગયો છે. જ્યારે અત્યાર સુધીમાં 51552 દર્દીઓના મોત થયા છે. છેલ્લા 6 દિવસથી રાજ્યમાં રોજ 3 હજારથી વધુ કેસ આવી રહ્યા છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube