નવી દિલ્હીઃ લદ્દાખ, ઓડિશા, જમ્મૂ-કાશ્મીરમાં કોરોના વાયરસના એક-એક નવા કેસ અને કેરલમાં ત્રણ મામલા સામે આવવાની સાથે દેશમાં કુલ પીડિતોની સંખ્યા 123 પર પહોંચી ગઈ છે. આ વચ્ચે મુંબઈમાં સિદ્ધિ વિનાયક મંદિરને બંધ કરી દેવામાં આવ્યું છે. પાંચ વધુ જોખમ વાળા ક્ષેત્રથી કોરોના વાયરસને વધતો રોકવા માટે યાત્રા પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યા છે. યૂરોપીય યૂનિયન, તુર્કી અને બ્રિટનથી આવનારા યાત્રીકો પર 18 માર્ચથી આગામી આદેશ સુધી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ સાથે સ્વાસ્થ્ય મંત્રાલયે દેશભરમાં આગામી 31 માર્ચ સુધી શાળા, કોલેજો, સ્વિમિંગ પુલ, મોલ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું કે, તેમાંથી 13 લોકોને સ્વસ્થ થવા પર રજા આપવામાં આવી છે જ્યારે બે લોકોના મોત થયા છે. તેમણે જણાવ્યું કે, પૂર્વી રાજ્ય ઓડિશામાં પ્રથમ પોઝિટિવ કેસની પુષ્ટિ થઈ છે.


કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, ઘણા રાજ્યોએ ચેપને ફેલાતો રોકવા માટે લગભગ બંધની જાહેરાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કોરોના વાયરસનો મુકાબલો કરવામાં ડોક્ટર, નર્સો અને સ્વાસ્થ્ય કર્મીની મહેનત તથા યોગદાનની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, કોરોના વાયરસનો ફેલાવ રોકવા માટે  સંકલન અને સંયુક્ત પગલાં ભરવામાં આવી રહ્યાં છે અને લોકો સ્વસ્થ રહે, તે માટે કોઈ કસર છોડવામાં આવશે નહીં. 


નીચે આપવામાં આવેલા ચાર્ટમાં સોમવારે રાત્રે 8 કલાક સુધીનું અપડેટ. 


રાજ્ય કેટલા કેસ સારવાર બાદ સ્વસ્થ મોત
આંધ્ર પ્રદેશ 1    
દિલ્હી 7 2 1
હરિયાણા 14   1
કર્ણાટક 8    
કેરલ 25 3  
મહારાષ્ટ્ર 39    
પંજાબ 1    
રાજસ્થાન 4 1  
તમિલનાડૂ 1    
તેલંગણા 3 1  
જમ્મૂ-કાશ્મીર 2    
લદ્દાખ 3    
ઉત્તર પ્રદેશ 13 4  
ઉત્તરાખંડ 1    
ઓડિશા 1    

જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...