Coronavirus Update: ગત 24 કલાકમાં 60 હજાર નવા કેસ, 1,647 લોકોના થયા મોત
ગત 24 કલાકમાં દેશમાં 33 લાખ રસી લગાવવામાં આવી છે. તો બીજી તરફ અત્યાર સુધી લગભગ 38 કરોડ 92 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
નવી દિલ્હી: કોરોનાની બીજી લહેર (Corona second wave) લગભગ અટકી ગઇ છે. દેશમાં અત્યાર સુધી કોરોનાના એક્ટિવ કેસ 74 દિવસ બાદ સૌથી ઓછા છે. સતત પાંચમા દિવસે 70 હજારથી ઓછા કેસ નોંધાયા છે. દેશમાં 24 કલાકમાં કોરોના સંક્રમણના 60,753 નવા કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ 1,647 લોકોને કોરોના સંક્રમણના લીધે મોત થયા છે. આ દરમિયાન દેશમાં 97,743 લોકો સાજા થઇને ઘરે પરત ફર્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય (Health Ministry) ના તાજા આંકડા અનુસાર દેશમાં અત્યાર સુધી કોરોના સંક્રમણના કુલ આંકડો ત્રણ કરોડ પહોંચવાનો છે.
Coronavirus: India માં મળ્યા 120 થી વધુ Mutation, 8 છે સૌથી ખતરનાક, સ્ટડીમાં થયો આ ખુલાસો
દેશું કોરોના બુલેટિન
કુલ કેસ: 2,98,23,546
કુલ સાજા થયા: 2,86,78,390
કુલ મોત: 3,85,137
એક્ટિવ કેસ : 7,60,019
સતત 37મા દિવસે નવા કેસથી વધુ રિકવરી
દેશમાં સતત 37મા દિવસે કોરોના વાયરસના નવા કેસમાંથી વધુ રિકવરી થઇ હતી. આ પ્રકારે અત્યાર સુધી 27 કરોડથી વધુ લોકોને જીંદગીના રસી અથવા કોરોના વેક્સીન (Corona Vaccine) લગાવવામાં આવી છે. ગત 24 કલાકમાં દેશમાં 33 લાખ રસી લગાવવામાં આવી છે. તો બીજી તરફ અત્યાર સુધી લગભગ 38 કરોડ 92 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
મહત્વપૂર્ણ નિર્ણય: રાજ્યમાં હવે 21 જૂનથી શરૂ થશે વોક-ઇન વેક્સીનેશન
ભારતમાં કોરોનાથી મૃત્યું દર 1.29% છે જ્યારે રિકવરી રેટ લગભગ 96% છે. તો એક્ટિવ કેસ ઘટીને 3% થી ઓછા થઇ જશે. કોરોના એક્ટિવ કેસ દુનિયામાં ભારતનું ત્રીજી ક્રમે છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે પણ ભારતના બીજા ક્રમ પર છે. જ્યારે દુનિયામાં અમેરિકા, બ્રાજીલ બાદ સૌથી વધુ મોત ભારતમાં થયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube