દેશમાં કોરોનાના 1.45 લાખથી વધુ નવા કેસ, એક્ટિવ કેસનો આંકડો 10 લાખને પાર
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા ડરામણા છે. કોરોના સંક્રમણની ગતિ બેકાબૂ છે. દેશમાં કોરોના સંક્રમણનો કુલ આંકડો હવે 1 કરોડ 32 લાખ 5 હજાર 926 પહોંચી ગયો છે.
નવી દિલ્હી: દેશમાં કોરોનાની બીજી લહેરે એવી ગતિ બતાવી છે કે ગત થોડા દિવસોમાં દેશમાં 10 લાખથી વધુ નવા કેસ નોંધાયા છે. એક્ટિવ કેસની સાથે-સાથે દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓનો મોતનો આંકડો પણ વધી રહ્યો છે.
કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર ગત 24 કલાકની વાત કરીએ તો દેશમાં કુલ 1 લાખ 45 હજાર 384 નવા કોરોનાના કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 77,567 દર્દીઓ કોરોનાને માત આપીને સ્વસ્થ્ય થયા તો 794 લોકોના મોત કોરોનાના સંક્રમણના લીધે થયા છે. આ પહેલાં 4, 6, 7 અને 8 ના રોજ એકલાખથી વધુ કેસ સામે આવ્યા હતા.
દેશનું કોરોના બુલેટિન
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા ડરામણા છે. કોરોના સંક્રમણની ગતિ બેકાબૂ છે. દેશમાં કોરોના સંક્રમણનો કુલ આંકડો હવે 1 કરોડ 32 લાખ 5 હજાર 926 પહોંચી ગયો છે. તો બીજી તરફ કોરોના મહામારી (Corona Pandemic) થી 1 કરોડ 19 લાખ 90 હજારથી વધુ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. દેશમાં કુલ 10 લાખ, 46 હજાર, 631 એક્ટિવ કેસ છે. આ સાથે જ કોરોના સંક્રમણના લીધે દેશમાં 1,68. 436 લોકોના મોત થયા છે.
Birthday પાર્ટીમાં PM એ 3 લોકોને વધારે બોલાવ્યા, કોરોનાનો નિયમ તોડતાં ફટકાર્યો દંડ
દેશમાં કોરોના વેક્સીનેશનની ગતિ
દેશમાં ચાલી રહેલા કોરોના રસીકરણ અભિયાન હેઠળ 9 એપ્રિલ સુધી 9 કરોડ 80 લાખ 75 હજાર 160 ડોઝ લોકોને લગાવવામાં આવ્યા છે. ગત દિવસોની વાત કરીએ તો આ દરમિયાન 34 લાખ 15 હજાર 55 રસી લગાવવામાં આવી છે. તો બીજી તરફ મહારાષ્ટ્રમાં પણ થોડા દિવસોથી રાજ્યમાં સંક્રમણના 55,000 થી વધુ કેસ સામે આવી રહ્યા છે. તો બીજી તરફ દિલ્હીમાં 24 કલાક દરમિયાન શુક્રવારે 8,521 નવા કોરોનાના કેસ સામે આવ્યા છે.
RSS પ્રમુખ મોહન ભાગવત થયા કોરોના સંક્રમિત, હોસ્પિટલમાં ભરતી
અત્રે ઉલ્લેખનીય છે કે 1 એપ્રિલથી 45 વર્ષથી ઉપરના તમામ લોકોને રસી લગાવવામાં આવી રહી છે. દેશમાં કોરોનાથી મૃત્યું દર 1.27 ટકા છે જ્યારે રિકવરી રેટ લગભગ 91 ટકા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube