નવી દિલ્હીઃ ભારત સહિત વિશ્વના 120થી વધુ દેશો ઘાતક કોરોના વાયરસની ઝપેટમાં છે. વિશ્વ ભરમાં 1 લાખ 40 હજારથી વધુ લોકો કોરોનાનો ભોગ બન્યા છે જ્યારે 5 હજાર કરતા વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ભારતમાં પણ 96 લોકો કોરોનાથી ચેપગ્રસ્ત છે. તેમાંથી 10 લોકો સ્વસ્થ થયા અને 2 લોકોના મોત થયા છે. ભારતે શનિવારે તેને આપદા જાહેર કરી છે. સાવધાનીના ભાગ રૂપે ઘણા રાજ્યોએ શાળા, કોલેજો અને મોલને બંધ કરવાનો નિર્ણય લીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્રમાં કોરોનાના મામલા વધીને 26 થયા
 મુંબઈમાં શનિવારે કોરોના વાયરસના ચાર નવા દર્દીઓની પુષ્ટિ થઈ છે.. તેથી મહારાષ્ટ્રમાં પુષ્ટ મામલાની સંખ્યા વધીને 26 અને મુંબઈમાં 8 થઈ ગઈ છે. દેશભરમાં હવે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ સાથે જોડાયેલા સૌથી વધુ કેસ થઈ ગયા છે. બીજા નંબર પર કેરલ છે, જ્યાં 19 કેસોની પુષ્ટિ થઈ ચુકી છે. મુંબઈમાં જે નવા દર્દીઓની પુષ્ટિ થઈ છે, તેમાંથી એક શહેરનો નિવાસી છે જ્યારે અન્ય કામોઠે, વાશી અને કલ્યાણમાં રહે છે. બીએમસીના નાયબ ડાયરેક્ટર (સ્વાસ્થ્ય) ડો. દક્ષા શાહે જણાવ્યું કે, બધાને કસ્તૂરબા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેની સ્થિતિ સ્થિર છે. 


દેશમાં કોરોના વાયરસના મામલા વધીને 96 પર પહોંચ્યા
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી ચેપગ્રસ્તના મામલા 26 થાની સાથે દેશમાં હવે કુલ 96 લોકો આ ખતરનાક વાયરસથી પીડિત છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના શનિવારે સાંજે 4.55 કલાકના આંકડા પ્રમાણે 84 લોકો પીડિત હતા. તેમના ડેટા પ્રમાણે મહારાષ્ટ્રમાં 14 કેસ હતા, જ્યારે શનિવારે રાજ્ય સરકારે પ્રદેશમાં કુલ26 કેસની પુષ્ટિ કરી એટલે કે 12 નવા મામલા સામે આવ્યા છે. આ રીતે દેશમાં કુલ પીડિત લોકોની સંખ્યા 84+12 એટલે કે 96 થઈ ચુકી છે. 


કોરોના વિરૂદ્ધ મળીને જંગ લડશે SAARC ના તમામ દેશ, PM મોદી કરશે રાષ્ટ્ર પ્રમુખો સાથે ચર્ચા


મહારાષ્ટ્રમાં એક શંકાસ્પદનું મોત
મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં શનિવારે બપોરે 71 વર્ષીય એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું છે. તે સાઉદી અરબથી પરત ફર્યા હતા અને શંકા હતી કે તેને કોરોના વાયરસનો ચેપ છે. હોસ્પિટલના એક અધિકારીએ જણાવ્યું કે, સારવાર દરમિયાન વ્યક્તિનું મોત થયું છે. તેમને ડાયાબિટીઝ અને હાઈ બ્લડ પ્રેશરની પણ સમસ્યા હતા. તેના સેમ્પલ તપાસ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે. જો તે કોરોના વાયરસનો કેસ સાબિત થયો તો દેશમાં ઘાતક વાયરસને કારણે મોતની ત્રીજી ઘટના હશે. 

શનિવારે તેલંગણામાં પણ એક કેસ આવ્યો સામે
શનિવારે તેલંગણામાં પણ વધુ એક કેસ સામે આવ્યો છે. તેલંગણા હેલ્થ મિનિસ્ટ્રીએ જણાવ્યું કે, દર્દી હાલમાં ઇટાલીની યાત્રાથી પરત આવ્યો છે. તેને હૈદરાબાદની સરકારી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યો છે. 


કોરોનાથી દુનિયામાં ડર, 135 દેશોમાં પહોંચ્યો વાયરસ, સીલ થઈ રહી છે સરહદો, યૂએને આપ્યો આ આદેશ


4000થી વધુ લોકો દેખરેખમાં રાખવામાં આવ્યા છે
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે જણાવ્યું કે, દેશમાં કોરોના વાયરસ પોઝિટિવ કેસોની સંખ્યા 84 થઈ ચુકી છે. મંત્રાલયે જણાવ્યું કે, પીડિત 7 લોકો હવે સ્વસ્થ થઈ ચુક્યા છે અને તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. આ સિવાય કેરલના 3 દર્દીઓ પહેલાં જ સ્વસ્થ થઈ ચુક્યા છે. કુલ 84 ચેપી લોકોના સંપર્કમાં આવેલા 4000થી વધુ લોકોને દેખરેખમાં રાખવામાં આવ્યા છે. મંત્રાલય તરફથી તે પણ જણાવવામાં આવ્યું કે, ઈરાનથી ભારતીયોને લઈને આવનારુ વિમાન શનિવારે મોડી રાત્રે મુંબઈમાં લેન્ડ કરશે.


દિલ્હીમાં 7 કેસ, એકનું મોત
દિલ્હીમાં કોરોના વાયરસથી શુક્રવારે એક 68 વર્ષીય મહિલાનું મોત થયું હતું. દિલ્હીના સાતેય મામલા ભારતીયોના છે, જેમાંથી એકને રજા આપી દેવામાં આવી છે. તો હરિયાણામાં 14 મામલાની પુષ્ટિ થઈ, જેમાંથી તમામ દર્દીઓ વિદેશી નાગરિક છે. કેરલમાં અત્યાર સુધી કોવિડ-19ના સૌથી વધુ મામલા સામે આવ્યા છે. કેરલ બાદ મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસો સામે આવ્યા છે. અહીં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 20 છે. ઉત્તર પ્રદેશમાં 11 કેસોની પુષ્ટિ થઈ છે, જેમાંથી 10 ભારતીય અને 1 વિદેશી છે. 


કોરોનાને હજુ કટોકટી જાહેર કરવાની ઈચ્છા નથી, નક્કી સમય પર યોજાશે ઓલિમ્પિકઃ શિંઝો આબે


રાજસ્થાનમાં ત્રણ કેસ સામે આવ્યા છે, જેમાંથી એક દર્દી ભારતીય અને બે વિદેશી છે. તે ત્રણેયને રજા આપી દેવામાં આવી છે. તો તેલંગણામાં 2, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને પંજાબમાં એક-એક કેસ સામે આવ્યો છે. કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મૂ-કાશ્મીરમાં એક અને લદ્દાખમાં ત્રણ કેસોની પુષ્ટિ થઈ છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...