નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus)ની ચપેટમાં દેશના લગભગ તમામ રાજ્ય આવી ગયા છે. મુંબઇમાં કોરોના વાયરસથી વધુ એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. 68 વર્ષીય દર્દી ફિલીપિંસનો નાગરિક હતો. તમને જણાવી દઇએ કે મહારાષ્ટ્રમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 89 થઇ ગઇ છે. આજે 15 નવા કેસ સામે આવ્યા છે. કોરોના પીડિત દર્દીઓની સંખ્યા મહારાષ્ટ્રમાં દેશમાં પ્રથમ ક્રમે છે. આ પહેલાં બિહારમાં કોરોનાનો એક નવો કેસ સામે આવ્યો છે. અહીં કોરોનાના દર્દીની સંખ્યા વધીને 3 થઇ ગઇ છે. આઇસીએમઆર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર રવિવારે મોડી રાત સુધી દેશમાં કોરોના પીડિતોની સંખ્યા 396 હતી. દેશમાં કોરોનાથી મરનારાઓની સંખ્યા વધીને 8 થઇ ગઇ છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

LIVE UPDATES 
 
- મહરાષ્ટ્રના મંત્રી જીતેન્દ્ર આવ્હડે ફોટો ટ્વિટ કરતાં લોકડાઉન તોડવાનારાઓને ઘરમાં રહેવાની સલાહ આપી. મુંબઇના હાઇવે પર કારોની લાંબી લાઇનો લાગી છે. 


- PM મોદીએ દેશની જનતાને લોકડાઉનને ગંભીરતાથી લેવાની અપીલ કરી. 


- કોરોના વાયરસના લીધે દિલ્હીમાં લોકડાઉનને જોતાં શાહીન બાગમાં ઓછા થઇ પ્રદર્શનકારીઓની સંખ્યા. 
 
- મુંબઇમાં કોરોના વાયરસથી વધુ એક વ્યક્તિનું મોત થયું છે. 68 વર્ષીય દર્દી ફિલીપીન્સનો નાગરિક હતો. તમને જણાવી દઇએ કે મહારાષ્ટ્રમાં કોરોનાના દર્દીની સંખ્યા 89 થઇ ગઇ છે. આજે 15 નવા કેસ સામે આવ્યા છે. કોરોના પિડીત દર્દીઓની સંખ્યામાં મહારાષ્ટ્ર દેશમાં પ્રથમ ક્રમે છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube