Coronavirus LIVE: કોરોનાથી દેશભરમાં આજે ચારના મોત, 42 નવા કેસ આવ્યા સામે
કોરોના વાયરસ (Coronavirus) ભારત સહિત આખી દુનિયામાં તાંડવ મચાવી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર ગત 24 કલાકમાં દેશભરમાં કોરોના વાયરસથી ચાર દર્દીઓના મોત થયા છે જ્યારે 42 નવા કેસ સામે આવ્યા છે.
નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus) ભારત સહિત આખી દુનિયામાં તાંડવ મચાવી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર ગત 24 કલાકમાં દેશભરમાં કોરોના વાયરસથી ચાર દર્દીઓના મોત થયા છે જ્યારે 42 નવા કેસ સામે આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જાણકારી આપતાં કહ્યું કે દેશમાં કોરોના વાયરસથી દર્દીઓની સંખ્યા વધીને 649 થઇ ગઇ છે. તેમણે કહ્યું કે ચોક્કસ કોરોના વાયરસના કેસ વધ્યા છે પરંતુ સારી વાત એ છે કે જે દરથી સંખ્યા વધી રહી છે તે અપેક્ષાકૃત સ્થિર છે. જોકે આ અત્યારે શરૂઆતી ટ્રેન્ડ છે. અહીં વાંચો કોરોના વાયરસ સાથે જોડાયેલી તમામ અપડેટ...
LIVE UPDATES
- મુંબઇમાં 19 હોસ્પિટલોમાં કોરોના વાયરસ પરીક્ષણ અને ઉપચાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે. તેમાંથી 8 બીએમસી સંચાલિત અને 11 ખાનગી હોસ્પિટલ છે.
- BMC સંચાલિત હોસ્પિટલ- KEM હોસ્પિટલ, લોકમાન્ય તિલક હોસ્પિટલ, નાયર હોસ્પિટલ, કુપર હોસ્પિટલ, બાલા સાહેબ ઠાકરે હોસ્પિટલ, ભાભા હોસ્પિટલ, (બાંદ્વા) ભાભા હોસ્પિટલ (કુર્લા), રાજાવાડી હોસ્પિટલ.
- પ્રાઇવેટ હોસ્પિટલ- બીચ કેન્ડી હોસ્પિટલ, HN રિલાયન્સ હોસ્પિટલ, લીલાવતી હોસ્પિટલ, રહેજા હોસ્પિટલ, હિંદુજા હોસ્પિટલ, ફોર્ટિજ હોસ્પિટલ, બોમ્બે હોસ્પિટલ, વોકહાર્ટ હોસ્પિટલ, કોકિલાબેન હોસ્પિટલ, નાણાવટી હોસ્પિટલ, હીરાનંદાની હોસ્પિટલ.
- મહારાષ્ટ્રના નાંદેડમાં સચખંડ ગુરૂદ્વારામાં માથું ટેકવા આવેલા લગભગ 300 શ્રદ્ધાળુ લોકડાઉનના લીધે અટવાયા.
- મુંબઇમાં 19 કોરોના વાયરસ લેબોરેટરી અને સારવાર કેન્દ્ર બનાવવામાં આવ્યા. તેમાંથી 8 બીએમસી સંચાલિત અને 11 ખાનગી હોસ્પિટલ છે.
- કર્ણાટકમાં કોરોનાથી પીડિત એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. અત્યાર સુધી કોરોના 55 દર્દી સામે આવી ચૂક્યા છે.
- દિલ્હીના મૌજપુરમાં ડોક્ટર, તેમની પત્ની અને પુત્રીને કોરોના, સંપર્કમાં આવેલા 800 લોકોને કોરોન્ટાઇન કરવામાં આવ્યા.
- મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના લીધે ચોથું મોત, નવી મુંબઇના વાશીમાં 24 માર્ચના રોજ મહિલાનું મોત થયું હતું.
- કાશ્મીરમાં એક 65 વર્ષીય કોરોના પીડિતનું મોત.
- બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલી કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને લોકડાઉનને જોતાં ગરીબો માટે 50 લાખ રૂપિયાના ચોખા દાન કરશે.
- દેશભરમાં તમામ ટોલનાકા પર ટોલ વસૂલાત બંધ, તમામ રેલવે સ્ટેશનો અપ્ર બુકિંગ કાઉન્ટર પણ બંધ.
- મહારાષ્ટ્રમાં કોરોના દર્દીઓની સંખ્યા વધીને 124 થઇ.
- ગોવામાં કોરોના સંક્રમણના 3 કેસ સામે આવ્યા. ત્રણેય વિદેશથી પરત ફર્યા હતા.
- ઇન્દોરમાં મળ્યા કોરોનાના 5 પોઝિટિવ કેસ.
- દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 606 થઇ. અત્યાર સુધી 10 લોકોના મોત થયા છે. 42 ઠીક થઇને ઘરે પહોંચી ચૂક્યા છે.
- સ્પેન, ઇટલી અને અમેરિકામાં સ્થિત વધુ ગંભીર થઇ. સ્પેનમાં એક દિવસમાં 700 લોકોના મોત થયા.
- પાકિસ્તાનમાં 1081 કેસ, 8 લોકોના મોત.
- અમેરિકામાં કોરોના વાયરસ સંક્રમિતોની સંખ્યા 60 હજારને પાર. 827ના મોત.
- ફ્રાંસમાં 11,583 કોરોનાના દર્દી, મૃતકોની સંખ્યા 1300 ને પાર.
- ઇટલીમાં ભયાનક સ્થિતિ. કોરોના વાયરસથી મૃતકોની સંખ્યા 7500 ને પાર.
- સ્પેનની ઉપ-વડાપ્રધાનને કોરોના સંક્રમણ.
- કોરોના વિરૂદ્ધ જી-20 દેશોના રાષ્ટ્ર પ્રમુખો વીડિયો કોન્ફ્રેસિંગ દ્વાર બેઠક કરશે. પીએમ મોદીએ આપી હતી સલાહ.
- WHO એક કહ્યું- લોકડાઉન વખતે સમયનો ઉપયોગ ટેસ્ટિંગ માટે કરો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube