Coronavirus Update: મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 300ને પાર
કોરોના વાયરસ (Coronavirus) ભારત સહિત દુનિયાભરમાં તાંડવ મચાવી રહ્યું છે. દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. મંગળવાર મોડી રાતે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 1397 થઇ ગઇ છે. 35 લોકોના અત્યાર સુધી કોરોના સંક્રમણથી મોત થયા છે. 123 લોકો સંપૂર્ણ રીતે સ્વસ્થ થઇ ગયા છે. આજે અસમમાં કોરોના વાયરસનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે. સિલચરના 52 વર્ષીય વ્યક્તિના સંક્રમિત થવાની પુષ્ટિ થઇ છે. મહારાષ્ટ્રમાં સારવાર હેઠળ 230 કોરોના વાયરસના દર્દીઓમાંથી 5ની હાલત ગંભીર છે. વાંચો કોરોના વાયરસથી જોડાયેલી પળે પળની અપડેટ:-
નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus) ભારત સહિત દુનિયાભરમાં તાંડવ મચાવી રહ્યું છે. દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. મંગળવાર મોડી રાતે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 1397 થઇ ગઇ છે. 35 લોકોના અત્યાર સુધી કોરોના સંક્રમણથી મોત થયા છે. 123 લોકો સંપૂર્ણ રીતે સ્વસ્થ થઇ ગયા છે. આજે અસમમાં કોરોના વાયરસનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે. સિલચરના 52 વર્ષીય વ્યક્તિના સંક્રમિત થવાની પુષ્ટિ થઇ છે. મહારાષ્ટ્રમાં સારવાર હેઠળ 230 કોરોના વાયરસના દર્દીઓમાંથી 5ની હાલત ગંભીર છે. વાંચો કોરોના વાયરસથી જોડાયેલી પળે પળની અપડેટ:-
LIVE UPDATES:
- મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 300ને પાર પહોંચી ગઇ છે. રાજ્યમાં મંગળવારના કોરોના સંક્રમણના 72 નવા કેસ સામે આવ્યા છે.
- ઉત્તર પ્રદેશમાં છેલ્લા 4 દિવસમાં કોરોનાના સંક્રમણના આંકડા ઝડપથી વધી રહ્યાં છે અને હવે પ્રદેશમાં સંક્રમિતોની સંખ્યા 103 થઇ ગઇ છે. સૌથી વધારે 39ની સંખ્યા ગૌતમબુધ્ધનગર (નોઈડા)ની છે.
- ભારતીય મૂળના વૃદ્ધ બ્રિટિશ સાંસદ વીરેન્દ્ર શર્મા કોરોના વાયરસના સંક્રમણથી સ્વસ્થ થઇને હોસ્પિટલ થી પરત ફર્યા છે. અને તેમણે મંગળવારે તમામને અનુરોધ કર્યો કે, આ વાયરસને ફેલાવવાથી રોકવા માટે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશોનું પાલન કરો.
- પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોવિડ-19થી લડાઇમાં સહયોગ આપતા મંગળવારે પ્રધાનમંજ્ઞી રાષ્ટ્રીય રાહત કોષમાં રાજ્ય ઇમર્જન્સી રાહત કોષમાં પાંચ-પાંચ લાખ રૂપિયા દાન કર્યા.
- દિલ્હી પોલીસે વિવાદિત દક્ષિણ પૂર્વ જિલ્લામાં સ્થિત નિઝામુદ્દીન મરકજ પ્રબંધનની સામે એફઆઇઆર દાખલ કરી છે. એફઆઇઆર નોંધાતા જ દિલ્હી પોલીસ કમિશ્નરે મામલે તપાસ અપરાધ શાખાને સોંપી દીધી છે.
- દેશમાં તમામ નાગરિકોને કોવિડ-19ની તપાસની નિશુલ્ક સુવિધા આપવામાં માટે હાઇકોર્ટમાં મંગળવારના રોજ એખ જનહિત અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં અનુરોધ કરવામાં આવ્યો છે કે, કેન્દ્ર અને સંબંધિત અધિકારીઓની કોવિડ-19ની તપાસની નિશુલ્ક સુવિધા આપવાના આદેશ કરવામાં આવે.
- માઇક્રોસોફ્ટના મુખ્ય કાર્યકારી અધિકારી સત્ય નડેલાની પત્ની અનુપમા વી. નડેલાએ વડાપ્રધાન કેર કોષમાં બે કરોડ રૂપિયાનું દાન કર્યું. તેમના પારિવારિક સૂત્રોએ મંગળારે આ જાણકારી આપી હતી. ઉપ-રાષ્ટ્રપતિ વૈંકેયા નાયડૂએ તેમની પ્રશંસા કરી હતી.
- છત્તીસગઢમાં કોરોના વાયરસથી સંક્રમિત બે લોકોની સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં આ વાયરસથી સંક્રમિત 6 અન્ય લોકોની સારવાર કરવામાં આવી રહી છે. રાયપુર એમ્સના અધિકારી કરણ પીપરે આ જાણકારી આપી હતી.
- ચંડીગઝના પોસ્ટગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચમાં સારવાર દરમિયાન એક કોરોના દર્દીનું મોત થયું છે. 65 વર્ષીય દર્દી મોહાલીના રહેવાસી હતી.
- રાજસ્થાનમાં વધુ 4 લોકો કોરોના વાયરસથી સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. આ રાજ્યમાં કુલ 93 લોકો કોરોનાથી સંક્રમિત છે. જેમાં 17 ભારતીય ઈરાનથી પરત ફર્યા છે.
- તેલંગાણાના મંત્રી કે.ટી.આર.એ કહ્યું કે, રાજ્યમાં જે 70 લોકોનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો તેમાંથી 12 લોકો સ્વસ્થ થઇ ગયા છે અને તેમનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે.
- કર્ણાટકમાં અત્યારસુધીમાં 98 કોરોના વાયરસના કિસ્સા સામે આવ્યા છે. જેમાંથી 3 લોકોના મોત થયા છે. જ્યારે 6 લોકો સ્વસ્થ થયા છે.
- મહારાષ્ટ્રમાં કોરોનાના 5 અને નવા કેસ સામે આવ્યા છે. મુંબઇમાં 4 નવા કેસ મળ્યા છે જ્યારે પૂણેમાં 1, મહારાષ્ટ્રમાં હવે સંક્રમિત દર્દીઓની સંખ્યા 230 થઈ ગઇ છે.
- ઇન્દોરમાં અત્યાર સુધી 44 લોકોને કોરોના અરસ જોવા મળી રહી છે. રવિવારના શહેરમાં 40 દર્દીઓના સેમ્પલ ભોપાલ મોકલવામાં આવ્યા હતા. જેમાથી 17 લોકોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે.