નવી દિલ્હી: ચીનથી ફેલાયેલી આ બીમારી કોરોના વાયરસે ભારતમાં પણ હાહાકાર મચાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 1118 કેસ સામે આવ્યાં છે. તથા 39 લોકોએ જીવ ગુમાવ્યાં છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા 11933 પર પહોંચી છે. જ્યારે કુલ 392 લોકોએ આ બીમારીના કારણે દમ તોડ઼્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 232 કેસ નવા સામે આવ્યાં છે. તથા 9 લોકોના મોત થયા છે. આ સાથે જ મૃતકોની સંખ્યા મહારાષ્ટ્રમાં 187 થઈ છે. જ્યારે દિલ્હીમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 1500 પાર ગઈ છે. જ્યારે 30 લોકોએ જીવ ગુમાવ્યાં છે. 30 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે. 


બિહારમાં બુધવારે કોરોનાના 2 નવા કેસ સામે આવ્યાં. આ સાથે જ રાજ્યમાં કોરોના પીડિતોની સંખ્યા 72 થઈ છે. તેલંગણામાં કોરોનાના 6 નવા કેસ સામે આવ્યાં છે. કોરોના પીડિતોની સંખ્યા 514 થઈ છે. રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધીમાં 18 લોકોના મોત થયા છે. 


દુનિયામાં કોરોનાના દર્દીઓની સંખ્યા 20 લાખ પાર ગઈ છે. અત્યાર સુધીમાં 1,33,572 લોકોએ જીવ ગુમાવ્યાં છે. અમેરિકામાં કોરોના સંક્રમિતોની સંખ્યા 6,44,000 થઈ છે. અમેરિકામાં અત્યાર સુધીમાં 28000 લોકોએ જીવ ગુમાવ્યાં છે. જ્યારે 52300 લોકો સાજા પણ થયા છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube