નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સોમવારે મુખ્યમંત્રીઓની બેઠક યોજાઇ હતી. જો કે આ મીટિંગ બાદ મુખ્યમંત્રી ભુપેશ બધેલે ચોંકાવનારો દાવો કર્યો હતો. બધેલે કહ્યું કે, રાજ્યોને લોકડાઉન મુદ્દે તમામ નિર્ણયો લેવાની છુટ મળવી જોઇએ. બધેલે એક ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, વડાપ્રધાન મોદી સાથે બેઠકનાં કેટલાક ચોક્કસ મુખ્યમંત્રીઓને બોલવાની જ તક મળી. બેઠકમાં જે 9 મુખ્યમંત્રીઓ પોતાની વાત રાખવાની તક નહોતી મળી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના કાળમાં રાજકીય સંકટ, BJP નો સાથ છોડી CM બનેલા ઉદ્ધવે ખુરશી છોડવી પડે તેવી શક્યતા

બધેલે જણાવ્યું કે, વડાપ્રધાન સાથે બેઠકમાં કેટલાક રાજ્યોના મુખ્યમંત્રીઓએ કહ્યું કે, લોકડાઉન વધારવું જોઇએ, પરંતુ જ્યાં સુધી છત્તીસગઢની વાત કરીએ તો રાજ્યમાં કુલ 28 જિલ્લા છે. જેમાં પહેલાથી જ 23 જિલ્લા ગ્રીન ઝોન છે. બાકી ચાર જિલ્લાઓમાં ગત્ત ચાર અઠવાડીયાથી એક પણ કોરોના પોઝિટિવ કેસ નથી આવ્યો. એક જિલ્લો રેડ ઝોન હતો પરંતુ ત્યાં પણ 10-15 દિવસથી કોઇ કોરોના દર્દીઓ પોઝિટિવ નથી આવ્યા. આ પ્રકારે સ્થિતી કાબુમાં છે. અમારી પાસે પાચ પાચ  દર્દીઓ છે જેમાંથી 4 એક બે દિવસમાં ડિસ્ચાર્જ થઇ જશે. એક હેલ્થ વર્કર છે જે એમ્સમાં કામ કરી રહ્યા હતા અને કોરોના પોઝિટિવ આવ્યા હતા. 


નોંધી લો ! કોરોનાના લક્ષણ અંગે CDC નો ચોંકાવનારો ઘટસ્ફોટ, ભારતમાં કોરોનાના નવા 6 લક્ષણ મળ્યાં

મુખ્યમંત્રીએ કહ્યું કે, જે વિસ્તારોમાં સુધારો થાય ત્યાં છુટછાટ આપવી જોઇએ, પરંતુ જે વિસ્તારોમાં હજી પણ કેસ આવી રહ્યા છે ત્યાં કડકાઇથી લોકડાઉન લાગુ જ રહેવું જોઇએ. પરિવહન અંગે ખુબ જ વિચારણા બાદ નિર્ણય લેવાવો જોઇએ. સામાન્ય માણસને આ મુદ્દે છુટછાટ મળવી જોઇએ. જો વિદ્યાર્થીઓને પરત લાવી શકાય છે તો મજૂરોને પરત કેમ ન લાવી શકાય .


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube