આજે ખુલશે દિલ્હી, કેજરીવાલે કહ્યું કોરોના સાથે જીવવા માટે રહેવું પડશે તૈયાર
કોરોના વાયરસ લોકડાઉનનો બીજો તબક્કો ખતમ થયા બાદ સોમવારથી દિલ્હીમાં પ્રતિબંધોમાં કંઇક છુટ આપવામાં આવશે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, કેન્દ્ર સરકારે 2 અઠવાડીયા માટે લોકડાઉન વધાર્યું છે, સંપુર્ણ દિલ્હી રેડ ઝોનમાં છે. તેમાં કેન્દ્ર સરકારે જે પણ છુટછાટ આપી છે તે તમામ છૂટ અમે દિલ્હીમાં આપવાના છીએ.
નવી દિલ્હી : કોરોના વાયરસ લોકડાઉનનો બીજો તબક્કો ખતમ થયા બાદ સોમવારથી દિલ્હીમાં પ્રતિબંધોમાં કંઇક છુટ આપવામાં આવશે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, કેન્દ્ર સરકારે 2 અઠવાડીયા માટે લોકડાઉન વધાર્યું છે, સંપુર્ણ દિલ્હી રેડ ઝોનમાં છે. તેમાં કેન્દ્ર સરકારે જે પણ છુટછાટ આપી છે તે તમામ છૂટ અમે દિલ્હીમાં આપવાના છીએ.
કોરોનાનો ફાયદો? વિમાનમાં વપરાતું પેટ્રોલ પાણી કરતા પણ સસ્તું થયું
તેમણે કહ્યું કે, કાલથી તમામ સરકારી ઓફીસ ખુલવા જઇ રહી છે, જે સરકારી ઓફીસમાં જરૂરી સેવાઓ સંબંધિત છે તેમાં 100 ટકા એટેન્ડેન્સ થશે. કાલથી દિલ્હીની તમામ પ્રાઇવેટ ઓફિસ ખુલશે તે માત્ર 33 ટકા સ્ટાફની સાથે કામ કરશે. એવા સરકારી ઓફીસ જે જરૂરી સેવાઓ સંબંધિત નથી તેનામાં ડેપ્યુટી સેક્રેટરી સ્તર સુધી 100 ટકાનો સ્ટાફ આવશે, તેનાથી નીચેના સ્તર પર 33 ટકાનો સ્ટાફ આવશે.
લોકડાઉનમાં કોણ બસ-ટ્રેન સેવાનો લાભ લઇ શકશે? ગૃહમંત્રાલયની ખાસ ગાઇડ લાઇન
સંકટમાં અર્થવ્યવસ્થા, લાંબા સમય સુધી લોકડાઉન શક્ય નહી
કેજરીવાલે કહ્યુ કે, અમારી અર્થવ્યવસ્થા સંકટમાં છે અને અમે લાંબા સમય સુધી લોકડાઉનને યથાવત્ત નહી રાખી શકીએ. મહેસુલ ગત્ત વર્ષનાં એપ્રીલ મહિનામાં 3500 કરોડ રૂપિયાથી ઘટીને આ વર્ષે 300 કરોડ રૂપિયા થઇ ચુક્યુ છે. તેમણે પુછ્યું કે એવી સ્થિતીમાં કયા પ્રકારે કામ કરશે સરકાર.
Corona: દેશનાં 20 શહેરો બન્યા મોટા પડકારો, સરકારે 20 કેન્દ્રીય ટીમોની રચના કરી
લોકડાઉનનાં નિર્ણયના વખાણ કર્યા
અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકારના લોકડાઉનનાં નિર્ણયને વખાણ્યો હતો. તેમણે કહ્યું કે, 24 માર્ચે દેશમાં લોકડાઉનનો નિર્ણય કરવા ખુબ જ મહત્વપુર્ણ હતો. જો અમે લોકડાઉન નહી કરી હોય તો દેશમાં સ્થિતી અને ભયાનક થઇ શકે હતી. તે સમયે દેશ પણ કોરોના સામે લડવા માટે તૈયાર નહોતું. આપણે સામાજિક ભેદ અથા કોઇ અંદાજ નહોતો ન લોકોઅથવા હોસ્પિટલ તૈયાર હતી. આપણી પાસે કોઇ વ્યક્તિગત્ત સુરક્ષા ઉપકરણ કિટ અથવા પરીક્ષણ કિટ નહોતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube