નવી દિલ્હી: શું દુનિયાભરમાં ચાલી રહેલા કોરોના કાળ વધુ વિકરાળ થઈ શકે છે? શું કોરોનાથી દુનિયાભરમાં મોતનો આકંડો કોરડમાં પહોંચી શકે છે. આ સવાલ એટલા માટે કેમ કે, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોનાને લઇને મોટી ચેતવણી જાહેર કરી છે. અમે તમને WHOની આ સંપૂર્ણ રિપોર્ટ જણાવી શું પરંતુ તે પહેલા આકંડાઓથી સમજીએ કે કંઈ રીતે કોરોના વાયરસ સમગ્ર દુનિયાને પોતાનો કહેર વરસાવી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પહેલા 1 લાખ કેસ 66 દિવસમાં થયા, ત્યારબાદ 1 લાખથી 10 લાખ સુધી પહોંચવામાં માત્ર 27 દિવસ જ લાગ્યા. તમે આ જાણીને ચોંકી જશો કે ત્યારબાદ 19 દિવસમાં 10 લાખ કેસથી 24 લાખ 98 હજાર કેસ થઈ ગયા હતા. એટલે કે માત્ર 19 દિવસમાં લગભગ કોરોનાના કેસ 15 લાખ વધી ગયા હતા.


આ સત્ય છે કે, કેમ કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચેતવણી આપી છે કે, આવનારા દિવસોમાં કોરોનાથી હાલત વધુ ખરાબ થઈ શકે છે. WHOના મહાનિદેશક ટેડ્રોસ એ. ગેબ્રેયેસે દુનિયા કોરોના પર આવનારા કાળને લઇને આગહી કરી છે. કોરોનાનો સમગ્ર દુનિયામાં કહેર જોવા મળી રહ્યો છે. જો કે, ઘણા દેશોએ તેમના ત્યા લોકડાઉનમાં થોડી રાહત આપી છે પરંતુ, WHOના મહાનિર્દેશકે ફરિથી કોરોનાને લઇને ચિંતા વ્યક્ત કરી છે.


WHOના મહાનિર્દેશક ટેડ્રોસ એ. ગેબ્રેયેસનું કહેવું છે કે, હજુ પણ ખરાબ સમય આવવાનો બાકી છે. આ સંક્ટને ભેગા મળીને રોકવો પડશે. આ વાયરસને લઇને હજું પણ ઘણા લોકો સમજી શકતા નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube