નવી દિલ્હીઃ CoronaVirus New Guidelines: કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ બુધવારે ચીનમાં કેસોમાં વધારા વચ્ચે ભારતમાં કોવિડની સ્થિતિ અંગે ચર્ચા કરવા માટે એક બેઠકની અધ્યક્ષતા કરી હતી. સરકારે તેની શૂન્ય-કોવિડ નીતિના ભાગ રૂપે કડક લોકડાઉન માર્ગદર્શિકાને હટાવ્યા પછી ચીનમાં અરાજકતા ફેલાઈ ગઈ છે. દેશમાં સ્મશાનમાં મૃતદેહોની ભારે ભીડ જોવા મળે છે, જ્યારે સરકારે મૃતકોની સંખ્યા દસથી વધુ હોવાનો ઇનકાર કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેમ કોરોના ભારતના પાડોશી દેશમાં ફેલાઈ ગયો છે, સ્વાસ્થ્ય મંત્રીએ રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર (એનસીડીસી), ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને બાયોટેકનોલોજી વિભાગના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી. 


સ્વાસ્થ્ય નિષ્ણાંતોનું અનુમાન છે કે આગામી ત્રણ મહિનામાં ચીનની 60 ટકાથી વધુ વસ્તી વાયરસથી સંક્રમિત થવાની સંભાવના છે, ત્યારબાદ ભારત હરકતમાં આવ્યું અને કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયાએ ભારતની કોવિડની તૈયારીઓની સમીક્ષા માટે બેઠક કરી હતી. 


બેઠક સમાપ્ત થયા બાદ મનસુખ માંડવિયાએ કહ્યુ- કોવિડ હજુ સમાપ્ત થયો નથી. હું તે તમામ સંબંધીઓને એલર્ટ રહેવા અને સર્વેલાન્સ મજબૂત કરવાનો નિર્દેશ આપ્યો છે. 


આ પણ વાંચોઃ કોવિડના નવા વેરિએન્ટ બાદ સરકાર એલર્ટ, એરપોર્ટ પર આજથી રેન્ડમ સેમ્પલિંગ શરૂ


બેઠક સમાપ્ત થયા બાદ નીતિ આયોગના સભ્ય ડો. વીકે પોલે લોકોને વાયરસનો પ્રસાર રોકવા માટે ભીડવાળી જગ્યા પર માસ્ક લગાવવાની સલાહ આપી, આ આશંકા વચ્ચે ચીનમાં સંક્રમણની લહેરને કારણે કોરોનાના નવા મ્યૂટેશનને કારણે થઈ છે. તો ડો. વીકે પોલે જે લોકોએ કોવિડ વેક્સીનનો બૂસ્ટર ડોઝ લીધો નથી, તેને રસીકરણનો ત્રીજો ડોઝ લેવાની પણ સલાહ આપી છે. 


ડો. વીકે પોલે કહ્યું- જો તમે ભીડવાળી જગ્યા, ઘરની અંદર કે બહાર છો તો માસ્કનો ઉપયોગ કરો. કોમરેડિટીવાળા કે વધુ ઉંમરના લોકો માટે આ વધુ મહત્વપૂર્ણ છે. 


કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે રાજ્ય સરકારોને જિનોમ સિક્વન્સિંગ લેબોરેટરીમાં પોઝિટિવ કેસના સેમ્પલ અગ્રતાના ધોરણે સબમિટ કરવા કહ્યું તેના એક દિવસ બાદ આ બેઠક મળી હતી.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube