નવી દિલ્હી: ચીની રિસર્ચર્સે દક્ષિણ આફ્રિકાના ચામાચિડિયાઓમાંથી કોરોના વાયરસના નવા વેરિએન્ટ નિયોકોવ(NeoCov) ની ભાળ મેળવી છે. તેમણે દાવો કર્યો છે કે તેમાં મ્યૂટેશન(Mutation) ની ક્ષમતા વધુ છે. આ બધા વચ્ચે વિશ્વ આરોગ્ય સંગઠન (World Health Organization) એ કહ્યું કે તેની ક્ષમતાને વધુ સ્પષ્ટતાની જરૂર છે. બીજી બાજુ આઈડીએફના ચેરમેને દાવો કર્યો કે ભારતને નિયોકોવથી કોઈ જોખમ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેમ ઘાતક છે નિયોકોવ?
ચીનની વુહાન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોના જણાવ્યાં મુજબ નિયોકોવ સાર્સ-સીઓવી-2ની જેમ જ માનવ કોશિકાઓમાં પ્રવેશ કરી શકે છે. આ વાયરસ મિડલ ઈસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ કોરોના વાયરસ (MERS-Cov)ની નજીકનો છે. 


જીવલેણ વેરિએન્ટ અંગે ચેતવણી
ચીનના વુહાન શહેર કે જ્યાં સૌથી પહેલા કોરોના વાયરસ 2019ના અંતમાં જોવા મળ્યો હતો હવે ત્યાંના જ વૈજ્ઞાનિકોએ કોવિડ વાયરસના વધુ એક પરંતુ સૌથી જોખમી અને જીવલેણ વેરિએન્ટ અંગે ચેતવણી બહાર પાડી છે. વુહાનના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે આ એક નવો વેરિએન્ટ છે જેના સંક્રમણનો મૃત્યુ દર સૌથી વધુ છે. 


Corona Update: દેશમાં કોરોનાના નવા કેસમાં નોંધપાત્ર ઘટાડો, પણ મૃત્યુઆંક વધ્યો


સાર્સ સીઓવી-2 જેવો છે નિયોકોવ
અત્રે જણાવવાનું કે આ વાયરસ અનેક વર્ષ પહેલા મિડલ ઈસ્ટના દેશોમાં શોધાયો હતો અને આ સાર્સ સીઓવી-2 જેવો જ છે. જે મનુષ્યોમાં કોરોના વાયરસનું કારણ બને છે. જ્યારે નિયોકોવને દક્ષિણ આફ્રિકામાં ચામાચિડિયામાં શોધી કઢાયો હતો. જો કે કોરોનાનો આ નવો વેરિએન્ટ હજુ સુધી ફક્ત જાણવરોમાં જ ફેલાતો જોવા મળ્યો છે. 


Neocov: દ.આફ્રિકાના ચામાચિડિયાઓમાંથી મળેલો 'નિયોકોવ' વેરિએન્ટ મનુષ્યો માટે ઘાતક? WHO એ આપ્યો આ જવાબ


નિયોકોવથી જોખમ ન હોવાનો દાવો
ઈન્ટરનેશનલ ડાયાબિટિસ ફેડરેશનના અધ્યક્ષ ડોક્ટર શશાંક જોશીએ ટ્વીટ કરીને કહ્યું કે 'નિયોકોવ રહસ્યનો પર્દાફાશ: 1. નિયોકોવ એક જૂનો વાયરસ છે જે  MERS Cov થી નીકટનો સંબંધ ધરાવે છે. તે DPP4 રિસેપ્ટર્સ દ્વારા કોશિકાઓમાં પ્રવેશ કરે છે. 2. આ વાયરસમાં નવું શું છે : NeoCov ચામાચિડિયાના એસીઈ2 રિસેપ્ટર્સનો ઉપયોગ કરી શકે છે પરંતુ એ ત્યારે જ શક્ય છે જ્યારે તેમાં કોઈ નવું મ્યૂટેશન થાય. આ સિવાય બાકી બધો પ્રચાર છે.'


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube