હૈદ્રાબાદમાંથી મળ્યો ભારતનો પ્રથમ ઓમિક્રોન BA.4 કેસ, જાણો કેટલો છે ખતરનાક
ભારતમાં કોરોનાનો નવો વેરિએન્ટ મળ્યો છે. દેશમાં ઓમિક્રોન BA.4 વેરિએન્ટનો પ્રથમ કેસ સામે આવ્યો છે જે હૈદ્રાબાદમાં મળ્યો છે. કોરોનાનો આ વાયરસ આફ્રીકાથી આવેલા એક વ્યક્તિમાં મળી આવ્યો છે. કોવિડ 19 જિનોમિક સર્વિલાંસ પ્રોગ્રામ દ્રારા આ વેરિએન્ટની ખબર પડી હતી.
Omicron Subvariant: ભારતમાં કોરોનાનો નવો વેરિએન્ટ મળ્યો છે. દેશમાં ઓમિક્રોન BA.4 વેરિએન્ટનો પ્રથમ કેસ સામે આવ્યો છે જે હૈદ્રાબાદમાં મળ્યો છે. કોરોનાનો આ વાયરસ આફ્રીકાથી આવેલા એક વ્યક્તિમાં મળી આવ્યો છે. કોવિડ 19 જિનોમિક સર્વિલાંસ પ્રોગ્રામ દ્રારા આ વેરિએન્ટની ખબર પડી હતી. આ વેરિએન્ટ મળ્યા બાદ વિશેષજ્ઞોનું કહેવું છે કે દેશના અન્ય ભાગમાં પણ આ વેરિએન્ટના કેસ મળી શકે છે.
ખબર પડી છે કે હૈદ્રાબાદ એરપોર્ટ પર એક આફ્રીકન વ્યક્તિ આવ્યો હતો જેના એરપોર્ટ પર સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ વ્યક્તિ 9 મેના રોજ હૈદ્રાબાદ આવ્યો હતો અને 16 મેના રોજ પરત આવ્યા. જોકે તે સમયે તે વ્યક્તિની અંદર કોઇ લક્ષણ મળ્યા ન હતા. તો બીજી તરફ અધિકારીઓનું કહેવું છે કે ઓમિક્રોન BA.4 નો પ્રથમ કેસ આફ્રીકામાંથી મળ્યો હતો અને જાન્યુઆરીના મહિનામાં મળ્યો હતો. ત્યારબાદ આ વર્જન ધીમે ધીમે અન્ય દેશોમાં ફેલાઇ ગયું. એક ડઝન દેશોમાં પોતાનો કહેર વર્તાવ્યા બાદ હવે આ વર્જન ભારતમાં આવ્યું છે. હવે ભારતમાં આ વર્જન ફેલાવવાની આશંકા છે.
ઓમિક્રોનનો આ વેરિએન્ટ ખૂબ જ ખતરનાક ગણવામાં આવી રહ્યો છે આ ઇમ્યુનિટીને નબળી કરી દે છે. આફ્રિકામાં તબાહી પાછળ આ વેરિએન્ટનો હથ હતો. તો બીજી તરફ ભારતીય વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ભારતમાં એક મોટા પ્રમાણમાં લોકો રસી લગાવી ચૂક્યા છે અને તેમનામાં એન્ટીબોડી પણ બની ચૂક્યા છે. હવે લોકોનું શરીર કોરોના સામે લડવામાં સમક્ષ બની ગયું છે. એટલા માટે આ વેરિએન્ટ ભારતમાં વધુ અસર કરે શકશે નહી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube