નવી દિલ્હી: કોરોના (Corona) ના નવા વેરિએન્ટે ચિંતા વધારી છે. 26 નવેમ્બરના રોજ વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) એ તેને 'વેરિએન્ટ ઓફ કન્સર્ન' ગણાવ્યો હતો અને એક મહિનાથી પણ ઓછા સમયમાં આ વેરિએન્ટ 90થી વધુ દેશો સુધી પહોંચી ચૂક્યો છે. ભારતમાં પણ આ વેરિએન્ટ પૂરપાટ ઝડપે ફેલાઈ રહ્યો છે તથા અત્યાર સુધીમાં તેના 200 દર્દી નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્ર અને દિલ્હીમાં સૌથી વધુ છે. ઓમિક્રોન વેરિએન્ટ (Omicron Variant) ને લઈને કેમ ચિંતા કરવાની જરૂર છે તે ખાસ જાણવું જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતમાં ઓમિક્રોનની સ્થિતિ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટના અત્યાર સુધીમાં 200 કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્ર અને દિલ્હીમાં સૌથી વધુ કેસ 54-54 નોંધાયા છે. જ્યારે તેલંગણામાં 20, કર્ણાટકમાં 19, રાજસ્થાનમાં 18, કેરળમાં 15, ગુજરાતમાં 14, ઉત્તર પ્રદેશમાં 2, આંધ્ર પ્રદેશ, ચંડીગઢ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળમાં એક-એક કેસ નોંધાયા છે. દેશમાં આ વેરિએન્ટ અત્યાર સુધીમાં 12 રાજ્યો સુધી પહોંચી ગયો છે. 


સમગ્ર દુનિયા માટે ચેતવણી! જાણો રશિયાના રાષ્ટ્રપતિ પુતિને PM મોદીને કર્યો ફોન, આ મુદ્દા પર થઈ વાતચીત


કેમ ચિંતાજનક છે કોરોનાનો આ નવો વેરિએન્ટ?
કોરોનાના નવા વેરિએન્ટને લઈને ચિંતા કેમ કરવી જોઈએ? તેના બે કારણ છે. પહેલું કારણ તો એ છે કે તેનાથી સંક્રમિત થનારા મોટાભાગના દર્દીઓમાં કોઈ લક્ષણો જોવા મળતા નથી. બીજું કારણ એ કે આ નવો વેરિએન્ટ વેક્સીનેટેડ લોકોને પણ શિકાર બનાવી રહ્યો છે. 


પહેલું કારણ- 80 ટકા દર્દીઓમાં કોઈ લક્ષણ નહીં
ઓમિક્રોન વેરિએન્ટ એટલા માટે પણ ચિંતા વધારે છે કારણ કે તેના મોટાભાગના દર્દીઓમાં કોઈ લક્ષણ જોવા મળતા નથી. આવામાં સંક્રમણના વધુ  ઝડપથી ફેલાવવાની આશંકા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પણ સોમવારે રાજ્યસભામાં ચર્ચા દરમિયાન કહ્યું હતું કે જે કેસ નોંધાયા તેમાંથી 80 ટકા કેસમાં દર્દીઓમાં કોઈ લક્ષણ નથી. માંડવિયા જ્યારે આ જાણકારી આપી રહ્યા હતા ત્યારે દેશમાં ઓમિક્રોનના 161 કેસ હતા, જો કે હવે આ આંકડો 200 પર પહોંચી ગયો છે. 
રાજ્યસભામાં જાણકારી આપતી વખતે માંડવિયાએ કહ્યું હતું કે દેશમાં અત્યાર સુધીમાં 161 દર્દી છે જેમાંથી 80 ટકા એસિમ્પ્ટોમેટિક છે અને 13 ટકાદર્દીમાં હળવા લક્ષણો છે. 


આથી જ આ ચિંતાની વાત બને છે કે મોટાભાગના દર્દીઓમાં લક્ષણો જોવા મળતા નથી. આવામાં દર્દીને પણ ખબર નથી પડતી કે તે સંક્રમિત છે. આથી સંક્રમણ વધુ ઝડપથી ફેલાવવાનું જોખમ છે. 


આગામી 10 દિવસમાં આ 4 રાશિના જાતકોનું ભાગ્ય પલટાઈ જવાનું છે, શુક્રનું રાશિ પરિવર્તન કરશે 'ચમત્કાર'


જે રીતે રસી લાગી હોવા છતાં લોકો ઓમિક્રોનથી સંક્રમિત થઈ રહ્યા છે તેનાથી ચિંતા વધી છે. ભારત માટે આ ચિંતા એટલા માટે વિકરાળ બની રહી છે કારણ કે હજુ પણ દેશની 18 વર્ષથી વધુની 88 ટકા વસ્તીને એક અને 57 ટકા વસ્તીને બે ડોઝ લાગ્યા છે. બાળકોનું તો રસીકરણ પણ શરૂ થઈ શક્યું નથી અને બૂસ્ટર ડોઝ ઉપર પણ ચર્ચા છેડાયેલી છે. 


જો કે રાહત મળે એવી પણ છે આ વાત
અત્યાર સુધીમાં જે જાણકારી સામે આવી છે તેમાં એ જ કહેવાઈ રહ્યું છે કે આ વેરિએન્ટ વધુ જોખમી નથી. દેશમાં અત્યાર સુધીમાં 200 દર્દીઓ નોંધાયા છે તો તેની સામે 77 દર્દીઓ સાજા પણ થઈ ગયા છે. મહારાષ્ટ્રમાં 54 દર્દીમાંથી 28 દર્દી રિકવર થયા છે. જ્યારે દિલ્હીમાં 54માંથી 12 દર્દીઓ સાજા થઈ ગયા છે. કર્ણાટકમાં તો 19માંથી 15 દર્દીઓ સાજા થઈ ગયા છે.રાજસ્થાનમાં તો તમામ દર્દી એટલે કે 18 દર્દીઓ સાજા કે માઈગ્રેટેડ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube