નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus)ના વિરૂદ્ધ જંગ કેવી રીતે જીતી શકાય, તેના સમાધાન માટે G20ની ઇમરજન્સી બેઠક શરૂ થઇ ગઇ છે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)પણ વીડિયો કોન્ફ્રેસિંગ દ્વારા હાજર છે. કોરોના સંક્રમણના લીધે આ વખતે સંમેલન વીડિયો કોન્ફ્રસિંગ દ્વારા થઇ રહ્યું છે. એટલા માટે તેને જી-20 વર્ચુઅલ સમિટ નામ આપવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વખતે સાઉદી અરબ જી-20 સંમેલનનું આયોજન કરી રહ્યો છે. બુધવારે જ પીએમ મોદીએ ટ્વિટ કર્યું હતું કે કોવિડ-19 મહામારીનો સામનો કરવામાં જી-20 એક મહત્વપૂર્ણ રોલ ભજવશે. એવું માનવામાં આવી રહ્યું છે કે આજની બેઠકમાં કોરોના વાયરસની સારવાર અને તેની અસર ઓછી કરવાના ઉપાય પર ચર્ચા થશે. 


પીએમ મોદીએ કહ્યું હતું કે તે આજે આ મુદ્દે અસરકારક અને લાભકારી ચર્ચાની આશા કરી રહ્યા છે. જી-20 બેઠક દરમિયાન કોરોના વાયરસની સારવારને લઇને વ્યાપક ચર્ચા થઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જી-20 શિખર સંમેલનમાં 19 ઔદ્યોગિક દેશ અને યૂરોપિયન યૂનિયન ભાગ લઇ રહ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube