Corona LIVE Update: અત્યાર સુધી 24 હજારથી વધુ કેસ, 24 કલાકમાં 1752 નવા દરદી, રિકવરી રેટ પણ વધ્યો
લોકડાઉનનાં બીજા ફેઝમાં કોરોના વાયરસનાં કિસ્સાઓ સતત વધી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્તય મંત્રાલયે શુક્રવારે જણાવ્યું કે, ગત્ત 24 કલાકમાં 1752 કોરોના પોઝિટિવ મળ્યા છે. આ સાથે જ દેશમાં સંક્રમિતનો આંકડો 23452 થઇ ચુક્યો છે. આ એક દિવસમાં દર્દીઓની સંખ્યાનો સૌથી મોટો આંકડો છે. આના પહેલા એક દિવસમાં સૌથી વધારે 1580 દર્દીઓ 19 એપ્રીલે સામે આવ્યા હતા.
નવી દિલ્હી : લોકડાઉનનાં બીજા ફેઝમાં કોરોના વાયરસનાં કિસ્સાઓ સતત વધી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્તય મંત્રાલયે શુક્રવારે જણાવ્યું કે, ગત્ત 24 કલાકમાં 1752 કોરોના પોઝિટિવ મળ્યા છે. આ સાથે જ દેશમાં સંક્રમિતનો આંકડો 23452 થઇ ચુક્યો છે. આ એક દિવસમાં દર્દીઓની સંખ્યાનો સૌથી મોટો આંકડો છે. આના પહેલા એક દિવસમાં સૌથી વધારે 1580 દર્દીઓ 19 એપ્રીલે સામે આવ્યા હતા.
બીજા રાજ્યોમાં ફસાયેલા મજુરોને પરત લાવવાનો દીધો આદેશ, તંત્રએ તૈયારીઓ ચાલુ કરી
આ ઉપરાંત 22 એપ્રીલે 1272 , 21 એપ્રીલે 1537 અને 18 એપ્રીલે 1371 પોઝિટિવ આવ્યા હતા. દેશમાં આ વાયરસનાં કારણે મરનારા લોકોની સંખ્યા વધીને 723 થઇ ચુકી છે. 24 કલાકમાં 37 દર્દીઓએ અંતિમ શ્વાસ લીધા છે. દિવસમાં સરકારે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 4748 દર્દીઓ સ્વસ્થ થઇ ચુક્યા છે. આ દરમિયાન રિક્વરી રેટ પણ વધીને 20.57 ટકા થઇ ગયું. જે સૌથી વધારે છે.
બીજા રાજ્યોમાં ફસાયેલા મજુરોને પરત લાવવાનો દીધો આદેશ, તંત્રએ તૈયારીઓ ચાલુ કરી
સરકારનાં મંત્રાલયોની સંયુક્ત પરિષધમાં જણાવાયું કે, લોકડાઉન પહેલા અઠવાડીયામાં 1251 કિસ્સા સામે આવ્યો, તેનો ડબલિંગ રેટ 5.2 દિવસ હતો. એટલે કે 5.2 દિવસમાં કેસ બમણા થઇ જાય છે. હાલનાં સમયમાં આ દર 9.2 દિવસ થઇ ચુક્યો છે. જો લોકડાઉન લાગુ ન હોત તો આજે 73 હજાર કેસ સામે આવી ગયા હોત.
કોરોના અંગે થયેલા આ સંશોધન બાદ તમે શહેર છોડીને જતા રહેશો
કોરોના અંગે મહત્વના અપડેટ
- કેન્દ્રીય સ્વાસ્થય મંત્રી હર્ષવર્ધને કહ્યું કે, ચીન તથા અન્ય દેશોમાંથી આવેલા ખરાબ એન્ટિબોડી રેપિડ ટેસ્ટ કીટ પરત આપવામાં આવશે. તેની કોઇ ચુકવણી કરવામાં આવી નથી.
- દિલ્હીમાં એક ગામમાં માંએ પોતાના નવજાતનું નામ કોન્સ્ટેબલનાં નામ પર દયાવીર રાખ્યું. આ કોન્સ્ટેબલે મહિલાને ડિલીવરી માટે હોસ્પિટલ પહોંચાડી હતી.
- દિલ્હીમાં કોરોનાના 4 ગંભીર દર્દીઓ પર પ્લાઝમા કોરોના થૈરપી અપનાવવામાં આવી. તેના સારા પરિણામો મળ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે આ અંગે માહિતી આપી હતી.
- ગોવા, અરૂણાચલ અને મણિપુર બાદ ત્રિપુરા પણ કોરોના મુક્ત થઇ ચુક્યું છે. જો કે અહીં પહેલાથી જ ખુબ ઓછા દર્દીઓ હતા. ગોવામાં 7, અરૂણાચલમાં અને મણિપુર અને ત્રિપુરામાં 1-1 દર્દી હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube