નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઇ રહ્યો છે. અત્યાર સુધી 550 લોકો તેની ઝપેટમાં આવ્યા છે, જ્યારે 10 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 101 કેસની પુષ્ટિ થઈ છે. બીજા નંબર પર કેરલ (95) છે. તેને ફેલાતો રોકવા માટે હવે રાજ્ય સરકારોએ આકરા પગલા ભરવાનું શરૂ કરી દીધું છે. પંજાબ, મહારાષ્ટ્ર, પુડુચેરી બાદ હિમાચલ પ્રદેશમાં પણ કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યું છે. મુખ્યપ્રધાન જયરામ ઠાકુરે મંગળવારે તેની જાહેરાત કરી હતી. તેણણે લોકોને ઘરમાં રહેવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, તેનો ભંગ કરનાર વિરુદ્ધ પોલીસ કાયદાકીય કાર્યવાહી કરશે. આ દરમિયાન જરૂરી સેવાઓ શરૂ રહેશે. બીજીતરફ કેન્દ્ર સરકારે તમામ રાજ્ય સરકારોને સ્વાસ્થ્ય સુવિધાઓને વધારવાનો આદેશ આપ્યો છે. રાજ્ય સરકારનો કહેવામાં આવ્યું છે કે તે હોસ્પિટલો, ક્લિનિકલ લેબ, આઇસોલેશન વોર્ડની સ્થાપના માટે રાજકીય કોષ સંસાધનોનો ઉપયોગ કરે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તો મંગળવારે મણિપુરમાં સંક્રમણનો પ્રથમ કેસ સામે આવ્યો છે. 23 વર્ષની સંક્રમિત યુવતી હાલમાં બ્રિટનથી પરત ફરી હતી. સંક્રમણના ફેલાવાને રોકવા માટે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના 560 જિલ્લાને સંપૂર્ણ પણે લોકડાઉન કરવામાં આવ્યા છે. આ વચ્ચે ચૂંટણી પંચે 26 માર્ચે યોજાનારી રાજ્યસભાની 55 સીટોની ચૂંટણી રદ્દ કરી દીધી છે. 


સંપૂર્ણ રીતે લાગૂ થાય લૉકડાઉન
કોરોના વાયરસને લઈને સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓએ પત્રકાર પરિષદ યોજી હતી. અધિકારીઓએ કહ્યું કે, રાજ્યોએ સંપૂર્ણ રીતે લૉકડાઉન લાગૂ કરવું જોઈએ. આંશિક લૉકડાઉનથી વાયરસના પ્રસારને રોકવામાં મદદ મળશે નહીં. કેબિનેટ સચિવે તે પણ વિનંતી કરી કે જરૂરી સેવાઓ શરૂ રહેવી જોઈએ. તેમણે કહ્યું કે, અમે DRDO અને ભારત ઇલેક્ટ્રિકલની સાથે વાતચીત કરી રહ્યાં છીએ કે તમામ હોસ્પિટલોને વેન્ટિલેટર કઈ રીતે પ્રદાન કરે. 


વેન્ટિલેટરના નિકાસ પર પ્રતિબંધ
કેન્દ્ર સરકારે વેન્ટિલેટર અને અન્ય આઈસીયૂ ઉપકરણોની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ પ્રતિબંધ તત્કાલ પ્રભાવથી લાગૂ થશે. સરકારે આ પગલું કોરોના વાયરસના વધતા કેસોને કારણે લીધું છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો ભારતના વધુ સમાચાર