લખનઉ: કેસરબાગ સ્થિત મરકઝી મસ્જિદમાંથી ઢગલો વિદેશી નાગરિકો મળી આવ્યાં
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના કેસરબાગ વિસ્તારમાં આવેલી મરકઝી મસ્જિદમાં પોલીસ કમિશનર સુજીત પાંડે અને જિલ્લા અધિકારી અભિષેક પ્રકાશ નીરિક્ષણ કરવા પહોંચ્યા હતા. અચાનક થયેલા આ નીરિક્ષણમાં એ વાત સામે આવી કે આ મરકઝી મસ્જિદમાં ગત 13 માર્ચથી કિર્ગિસ્તાન અને કઝાકિસ્તાનના અનેક નાગરિકો રોકાયેલા છે.
લખનઉ: ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના કેસરબાગ વિસ્તારમાં આવેલી મરકઝી મસ્જિદમાં પોલીસ કમિશનર સુજીત પાંડે અને જિલ્લા અધિકારી અભિષેક પ્રકાશ નીરિક્ષણ કરવા પહોંચ્યા હતા. અચાનક થયેલા આ નીરિક્ષણમાં એ વાત સામે આવી કે આ મરકઝી મસ્જિદમાં ગત 13 માર્ચથી કિર્ગિસ્તાન અને કઝાકિસ્તાનના અનેક નાગરિકો રોકાયેલા છે.
Coronavirus: ઘોર બેદરકારી બાદ તબલીગી જમાતે આપ્યું ચોંકાવનારું નિવેદન, જાણો શું કહ્યું?
લખનઉની મરકઝી મસ્જિદમાં રોકાયેલા છે અનેક વિદેશી નાગરિકો
પૂછપરછમાં જાણવા મળ્યું કે કઝાકિસ્તાન અને કિર્ગિસ્તાનના કેટલાક નાગરિકો ભારત ફરવા આવ્યાં હતાં અને દિલ્હીની નિઝામુદ્દીનમાં થયેલા તબલીગી જમાતના જલસામાં સામેલ થયા નહતાં. પ્રશાસને તેમની પ્રાથમિક તપાસ કરાવી તો તેમનામાંથી કોઈનામાં કોરાના વાયરસના લક્ષ્ણો જોવા મળ્યા નથી. ગુપ્તચર એજન્સીઓ અને એલઆઈયુની સૂચના બાદ લખનઉ પ્રશાસનની ટીમો આ મરકઝી મસ્જિદમાં પહોંચી હતી.
નિઝામુદ્દીનમાં 1 માર્ચથી 15 માર્ચ સુધી હતો તબલીગી જમાતનો જલસો
સુરક્ષા કારણોસર આ વિદેશી નાગરિકોને આઈસોલેશનમાં રાખવામાં આવ્યાં છે. અત્રે જણાવવાનું કે દિલ્હીના નિઝામુદ્દીનમાં ગત 1 માર્ચથી 15 માર્ચ સુધી તબલીગી જમાતનો એક ધાર્મિક મેળાવડો યોજાયો હતો. જેમાં ભારત સહિત અનેક દેશોના લગભગ 5000થી વધુ લોકો સામેલ થયા હતાં. અહીંની મરકઝી બિલ્ડિંગમાં કિર્ગિસ્તાન અને કઝાકિસ્તાન, ઈન્ડોનેશિયા, મલેશિયા અને થાઈલેન્ડના લોકો રોકાયા હતાં.
તબલીગી જમાત સંલગ્ન ઈન્ડોનેશિયાના 800 લોકો થશે બ્લેકલિસ્ટ, વિઝા નિયમોનો કર્યો ભંગ
નિઝામુદ્દીન મરકઝ બિલ્ડિંગમાં રહેતા 24 લોકોને કોરોનાની પુષ્ટિ
મરકઝ બિલ્ડિંગમાં રહેતા 24 લોકોમાં કોરોના વાયરસના ચેપની પુષ્ટિ થઈ છે. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને જણાવ્યું કે મરકઝમાં સામેલ 300 લોકોને અત્યાર સુધીમાં હોસ્પિટલ શિફ્ટ કરાયા છે. લગભગ 700થી 800 લોકોને આઈસોલેટ કરાયા છે. સત્યેન્દ્ર જૈને જણાવ્યું કે મરકઝ બિલ્ડિંગમાં 1500થી 1700 લોકો હાજર હોઈ શકે છે. 1033 લોકોને બહાર કાઢવામાં આવ્યાં છે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube