નવી દિલ્હી: ભારતમાં ગત 24 કલાકમાં  COVID-19 ના 89,129 નવા કેસ સામે આવ્યા બાદ કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1,23,92,260 પર પહોંચી ગઇ છે. 714 નવા મોત બાદ કુલ મોતની સંખ્યા 1,64,110 થઇ ગઇ છે. દેશમાં એક્ટિવ કેસની કુલ સંખ્યા 6,58,909 છે અને ડિસ્ચાર્જ થયેલા કેસની કુલ સંખ્યા 1,15,69,241 છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્રમાં લાગી શકે છે નવા પ્રતિબંધ
કોરોના (Corona) થી વધુ પ્રભાવિત રાજ્યોમાં મહારાષ્ટ્ર (Maharashtra) ની હાલત ચિંતાજનક છે. એનસીપી નેતા નવાબ મલિકે કહ્યું કે મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ દરરોજ 50,000 ની નજીક પહોંચવા આવ્યા છે. કડક પગલાં ભરવા સિવાય બીજો કોઇ વિકલ્પ નથી. આંકડા વધતા રહ્યા તો બેડની સંખ્યા ઓછી પડી શકે છે. મુખ્યમંત્રીએ કાલે અધિકારીઓની સાથે બેઠક કરી. જે પણ પ્રતિબંધ લગાવવાના છે, 2  દિવસ બાદ સરકાર નિર્ણય લેશે. 


થાણેમાં 4,371 નવા કેસ, 15ના મોત
એકલા મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં જ કોરોના વાયરસના 4,371 નવા કેસ સામે આવ્યા છે, ત્યારબાદ અહીં સંક્રમિતોની કુલ સંખ્યા 3,27,732 થઇ ગઇ છે. કોરોના વાયરસના સંક્રમણ્થી 15 દર્દીઓએ અંતિમ શ્વાસ લીધા બાદ જિલ્લામાં કોવિડ 19 ના લીધી મોતને ભેટનારાઓની સંખ્યા 6,525 પહોંચી ગઇ છે. એક અધિકારીએ કહ્યું કે કોવિડ 19 થી મૃત્યું દર 1.99 ટકા છે. એક અન્ય અધિકારીના અનુસાર પડોશી પાલધર જિલ્લામાં કોવિડ 19ના કેસની સંખ્યા 51,043 થઇ ગઇ છે, તો બીજી તરફ મૃતકની સંખ્યા 1,232 પહોંચી ગઇ છે. 


કોરોના પ્રોટોકોલના ધજાગરા
કોરોના કેસ સતત વધી રહ્યા છે તેમછતાં પણ લોકો કોરોના પ્રોટોકોલનું પાલન કરી રહ્યાનથી. મહારાષ્ટ્રમાં કોરોના (Coronavirus) ના કેસમાં વધારો થયા છતાં લોકો મુંબઇની દાદર સબજી મંડીમાં કોવિડ નિયમોનું ઉલ્લંઘન કરતાં જોવા મળ્યા. મહારાષ્ટ્રમાં કાલે કોરોનાના 47,827 નવા કેસ સામે આવ્યા હતા. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube