પટનાઃ બિહારના બક્સર જિલ્લાના ચૌસા પ્રખંડમાં સોમવારે ગંગા નદીમાંથી ઓછામાં ઓછા 30 મૃતદેહ કાઢવામાં આવ્યા છે. તેનાથી કોરોના કાળમાં આ વિસ્તારના લોકોમાં ભયનો માહોલ બની ગયો છે. જિલ્લા તંત્રએ દાવો કર્યો કે, જપ્ત થયેલા મૃતદેહ આશરે ત્રણથી ચાર દિવસ પહેલાના હોવાનું જાણવા મળ્યું છે. પોલીસના એક અધિકારીએ સોમવારે જણાવ્યુ કે, ચૌસા પ્રખંડના ગંગા કિનારે તણાયને આવેલા આશરે 30 મૃતદેહને કબજે કરવામાં આવ્યા છે. બધા મૃતદેહ ક્ષતિગ્રસ્ત સ્થિતિમાં હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બક્સરના જિલ્લાધિકારી અમન સમીરે જણાવ્યુ કે, આ ઘટનાની તપાસ માટે બક્સરના અનુમંડલ પધાકિરારી અને અનુમંડલ પોલીસ અધિકારીને સંબંધિત ક્ષેત્રમાં મોકલવામાં આવ્યા છે. તેણણે જણાવ્યુ કે, તપાસના ક્રમમાં તે વાત સામે આવી છે કે ગંગા નદીમાં મળેલા મૃતદેહ ત્રણ-ચાર દિવસ પહેલાના છે, તેનું કારણ સ્પષ્ટ છે કે મૃતદેહ બક્સર જિલ્લાના નથી. 


તપાસ કરી આવેલા અધિકારી કેકે ઉપાધ્યાયે ગ્રામીણોના હવાલાથી જણાવ્યુ કે, મૃતદેહ સ્થાનીક નથી, પરંતુ એક-બે દિવસથી ગંગા નદીમાં તણાયને અન્ય જગ્યાએથી આવ્યા છે. તેણણે કહ્યું કે, આ મૃતદેહ પાડોશી રાજ્યની નદીમાંથી તણાયને આવ્યા છે. સરહદી રાજ્યોના જિલ્લાઅધિકારી સાથે વાતચીત કરવામાં આવી અને ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકવા માટે પણ ધ્યાન રાખવાનું આવ્યું છે. તેમણે કહ્યું કે, હવે હોડી પર આ ક્ષેત્રોમાં પેટ્રોલિંગ કરવામાં આવશે. 


આ પણ વાંચોઃ મહિલાઓ માટે વધુ ખતરનાક સાબિત થઈ રહી છે Corona Second Wave, આ છે કારણ


પોલીસ અધિકારીએ જણાવ્યું કે, મળેલા તમામ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. સરકારના દિશાનિર્દેશો બાદ બક્સર જિલ્લામાં કોવિડ સંક્રમિત મૃત વ્યક્તિના અંતિમ સંસ્કાર માટે નિશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, જે મૃતદેહ મળ્યા છે તેના અંતિમ સંસ્કાર પણ વિધિ વિધાન સાથે કરવામાં આવશે અને તેનો ખર્ચ સરકાર ઉઠાવશે. 
 


દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube