નવી દિલ્હી: કોરોના (Coronavirus)થી સંક્રમિત એક દર્દીની સ્થિતિમાં પ્લાઝમા થેરાપીથી ઘણો સુધારો થયો છે. આ દર્દી એક પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ થયો હતો. દર્દીને આઈસીયૂથી નિકાળીને વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ શખ્સ દેશનો પહેલો દર્દી બન્યો છે, જે આ થેરેપીના કારણે બીમારીથી રિકવર થયો છે. જો કે, ડોકટરોનું માનવું છે કે, સરકાર મંજૂરી આપવામાં વિલંબ કરે છે, એપ્રૂવલની પ્રોસેસ ઝડપી કરવી જોઇએ.


દર્દીની ઉંમર 49 વર્ષ છે. તેના પરિવારના તમામ 4 લોકોને કોરોના થયો હતો. પિતાનું મૃત્ય થોડા દિવસ પહેલા થયું છે. જો કે, માતા અને બહેન સ્વસ્થ થઈ ગયા છે. પરંતુ આ દર્દી 4 એપ્રિલથી હોસ્પિટલમાં દાખલ થયો છે. 8 એપ્રિલના તેની હાલત ખુબજ ગંભીર હતી. ત્યારબાદ તને પ્લાઝમા થરેપી આપવામાં આવી હતી.


આ પરિવાર Defence કોલોનીના c બ્લોકમાં રહે છે. પરિવારે આરોપ લગાવ્યો હતો કે, ઘરની બહાર તૈનાત સિક્યોરિટી ગાર્ડ જમાતમાં જતો હતો, તેના કારણે બાકી લોકોમાં પણ કોરોના વાયરસ ફેલાયો છે. આ વાતની ફરિયાદ પોલીસમાં પણ નોંધાવવામાં આવી છે.


હાલ તો ડીએમના આદેશ પર 3 મેં સુધી આ ઘર ક્વોરન્ટાઇન કરવામાં આવ્યું છે.


શું છે પ્લાઝમા થેરાપી
પ્લાઝમા થેરાપી આપવા માટે જરૂરી હોય છે કે કોઈ એવો દર્દી મળે જે કોરોના વાયરસથી રિકવર થયો હતો અને રિકવરીના 14 દિવસ પૂર્ણ થયા હોય. પરિવારે રિક્વેસ્ટ કરી હતી કે તેના પુત્ર પર આ થેરાપી કરવામાં આવે.


પરિવારે એખ એવી મહિલા ડોનરની પણ વ્યવસ્થા કરી હતી, જેના પ્લાઝમાથી દર્દી પર આ થેરેપીનો પ્રયોગ કરી શકાય. ત્યારબાદ દર્દીમાં રિકવરી થઈ છે.


પ્લાઝમા થેરાપી કર્યા બાદ જો કોરોના વાયરસથી રિકવર થયો અને દર્દી આગળ આવે છે તો 2 દર્દીઓનો જીવ બચાવી શકાય છે. દર્દીમાં એકવારમાં 200 એમએલ પ્લાઝમા નાખવામાં આવે છે. જ્યારે રિકવર થયેલા વ્યક્તિમાંથી અમે 400 એમએલ પ્લાઝમા નીકાળવામાં આે છે.


તેનો ખર્ચ એક પ્રાઈવેટ હોસ્પિટલમાં 10 થી 12 હજાર સુધી થઈ શકે છે. સરકારી હોસ્પિટલમાં આ ખર્ચ ઓછો થાય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube