મુંબઇ: મુંબઇમાં કોરોના વાયરસના બે સંદિગ્ધ કેસ સામે આવ્યા છે. બંને શંકાસ્પદોને કસ્તૂરબા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે તેમનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન કોરોના વાયરસથી ચીનમાં 26 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 830 લોકો સંક્રમિત છે. વુહાન સહિત 9 શહેરોને બંધ કરી દેવામાં આવ્યા છે. વુહાનમાં 700થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણકારી અનુસાર ચીનથી પરત ફરી રહેલા બે લોકોને કોરોના વાયરસ (Corona virus)થી સંક્રમિત થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બંને દર્દીઓને કસ્તૂરબા હોસ્પિટલમાં અલગ વોર્ડમાં ભરતી કરાવવામાં આવ્યા છે. કસ્તૂરબા હોસ્પિટલના સ્વાસ્થ્ય અધિકારીઓના અનુસાર બંને દર્દીઓને હળવો તાવ-શરદીના લક્ષણ છે. હાલ હોસ્પિટલમાં ભરતી દર્દીઓને આ વિશે કોઇ જાણકારી આપવામાં આવી નથી. જોકે ચીનમાં કોરોના વાયરસ ફેલાતા લોકોમાં ભયનો માહોલ છે. તેના લીધે મોટી સંખ્યામાં લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે અને ઘણા લોકોની મોત થયા છે. 


એટલું જ નહી કોરોના વાયરસના સંક્રમણને લઇને સાવધાની વર્તતા બીએમસીના ચિંચપોકલીના કસ્તૂરતા હોસ્પિટલને ખાસ નિર્દેશ આપવામાં આવ્યા છે. ચિંચપોકલીના કસ્તૂરબા હોસ્પિટલમાં કોરોના વાયરસના દર્દીઓ માટે અલગ વોર્ડમાં રાખવામાં આવ્યા છે જેથી તેમને બાકી દરદીઓના સંપર્કથી દૂર રાખવામાં આવે અને દરેક સંભવ સારવાર કરવામાં આવે. 


કહેવામાં આવી રહ્યું છે કે કોરોના વાયરસથી સંક્રમિત તમામ ડોક્ટરઓને સલાહ આપવામાં આવી છે કે જોકે આ પ્રકારના લક્ષણવાળા લોકો જો મુંબઇ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર જોવા મળે તો મોડું કર્યા વિના તેમને વોર્ડમાં મોકલી દેવામાં આવે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube