નવી દિલ્હી : કોરોના વાયરસ (Coronavirus)થી આખી દુનિયામાં હાહાકાર મચ્યો છે. આ વાયરસની શરૂઆત શિયાળામાં થઈ હતી એટલે લોકોને આશા છે કે ગરમીમાં એનો પ્રભાવ ઓછો થઈ જશે. નિષ્ણાંતોનું માનવું છે કે ગરમી અને તડકાને કારણે વાયરસ આગળ નથી વધી શકતો પણ એનો નાશ થાય છે કે નહીં એ વિશે કહી ન શકાય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જર્મનીના સેન્ટર ફોર એક્સપેરિમેન્ટલ એન્ડ ક્લિનીકલ ઇન્ફેક્શન રિસર્ચના વાયરોલોજિસ્ટ થોમસ Pietschmannની માહિતી પ્રમાણે કોરોના વાયરસ ગરમીને સહન નહીં કરી શકે એટલે તાપમાન વધતા એનો પ્રભાવ ઓછો થઈ જશે. અમેરિકાની જોન હોપકિન્સ યુનિવર્સિટીના નિષ્ણાંતનું કહેવું છે કે અમેરિકામાં ગરમીની સિઝનમાં બીમારી પ્રાકૃતિક રીતે જ ઓછી થઈ જાય છે. 


હોંગકોંગ યુનિવર્સિટીના પેથોલોજીના પ્રોફેસર ડો. જોન નિકોલસના મતે કોરોના વાયરસને તડકો, તાપમાન અને ભેજથી નફરત છે. આ વાયરસ અંધારામાં 15થી 20 મિનિટ જીવે છે તો તડકામાં એ માત્ર અઢી મિનિટ જ ટકી શકે છે. જોકે અમેરિકાની પિટ્સબર્ગ યુનિવર્સિટીના પ્રોફેસરનું કહેવું છે કે મોસમને કારણે ભલે વાતાવરણમાં રહેલા વાયરસ નાશ પામતા હોય પણ લોકોના શરીરમાં ઘુસી ગયેલા વાયરસ પર એની કોઈ અસર નહીં થાય. આ કારણોસર જ જનતાને ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube