નવી દિલ્હી : કોરોના વાયરસનાં કારણે સમગ્ર દેશમાં હોબાળો મચી ગયો છે. બીજી તરફ સરકારોએ જોઇન્ટ પ્રેસ કોન્ફરન્સમાં કોરોના અંગે અપડેટ આપી હતી. સ્વાસ્થય મંત્રાલયનાં અનુસાર દેશમાં કોરોના સંક્રમણનાં 21 હજાર 393 કિસ્સા છે. 4258 લોકો ઠીક થયા છે અને 681 લોકોનાં મોત થયા છે. લોકડાઉનનાં મુદ્દે સરકારે મોટી જાહેરાત કરી છે. પંખા અને પુસ્તકની દુકાનોને લોકડાઉનમાં છુટ આપવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Coronaએ બદલી ચાલ, પાટણમાં જોવા મળેલું નવું રૂપ ભારે ડરામણું

ગ્રામીણ વિસ્તારોમાં પણ છુટને વધારવામાં આવી છે. આ ઉપરાંત ઓટો દાળ મળી અને પ્રીપેડ રિચાર્જની દુકાનોને છુટ આપવામાં આવી છે. 78 જિલ્લામાં 14 દિવસથી કોરોનાનો કોઇ નવો કેસ સામે આવ્યો નથી. 12 જિલ્લા વા છે જ્યાં 28 દિવસથી કોઇ કેરોનાનો કેસ સામે આવ્યો નથી. સરકારનું કહેવું છે કે, લોકડાઉનના કારણે કોરોનાના કેસમાં ઘટાડો આવ્યો છે.


શરીરના અંગો પર કેવી રીતે એટેક કરે છે કોરોના?..અને ધીરે ધીરે થાય છે માણસનું મૃત્યુ


ભવિષ્યનાં પડકારોથી લડવાની પણ તક મળી રહી છે. લોકડાઉનથી કોરોના નબળો પડ્યો છે. સરકારે એમ પણ જણાવ્યું કે, કોરોનાના આંકડાથી હટીને રણનીતિ અંગે વિચારવાનું છે. જીવન બચે તે જ અમારો મુળ મંત્ર છે. આ માટે સરકાર સતત પ્રયાસો કરી રહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube