નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુરૂવારે 24 કલાકમાં 90 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. દરરોજ કેસમાં 50 ટકા જેટલો વધારો થઈ રહ્યો છે. તેવામાં સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી હવે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખીને જિલ્લા- તાલુકા સ્તર પર કંટ્રોલ રૂમ બનાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. કોરોના પીડિયો માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવા અને બેડના બુકિંગમાં આ કંટ્રોલ રૂમ દ્વારા મદદ કરવામાં આવશે. કેન્દ્ર સરકારે રાજ્યોને સલાહ આપી છે કે આ કંટ્રોલ રૂમ્સમાં ડોક્ટરો, કાઉન્સેલર અને વોલેન્ટિયર્સની તૈનાતી કરવામાં આવે. આ સિવાય હેલ્પલાઇન બનાવવાની વાત પણ કહેવામાં આવી છે, જેથી લોકોની મદદ કરી શકાય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કંટ્રોલ રૂમમાં રહેશે દર્દીનો ડેટા, થશે એમ્બ્યુલન્સ અને બેડનું બુકિંગ
કેન્દ્ર સરકારે સલાહ આપી છે કે આ કંટ્રોલ રૂમમાં કમ્પ્યૂટર હોવા જોઈએ અને બ્રોડબેન્ડ સર્વિસ હોવી જોઈએ જેથી કનેક્ટિવિટી નબળી ન રહે. કેસોની સંખ્યા પ્રમાણે આ કંટ્રોલ રૂમને દરેક સમયે એક્ટિવ રાખવામાં આવે. તેનાથી લોકોની મદદ કરવામાં આવે અને તેને માહિતી મળે. એટલું જ નહીં સરકારે ટેસ્ટિંગને લઈને અન્ય તમામ સુવિધાઓનું રીયલ ટાઇમ અપટેડ કરવા માટે પણ કહ્યું છે. કેન્દ્ર સરકારે રાજ્યોને આપેલી સલાહમાં કહ્યું- કોવિડ ટેસ્ટિંગ, એમ્બ્યુલન્સની ઉપલબ્ધતાનો રિયલ ટાઇમ ડેટા આ કંટ્રોલ રૂમમાં રહેવો જોઈએ. કોલરને તે જાણકારી આપવી જોઈએ કે તે કઈ રીતે બેડ બુક કરાવી શકે છે અને એમ્બ્યુલન્સને બોલાવી શકે છે. આ વિશે સમક્ર પ્રક્રિયા કોલરને સમજાવવી જોઈએ. 


આ પણ વાંચોઃ ગ્રીન એનર્જી કોરિડોરના બીજા તબક્કાને મળી મંજૂરી, 12 હજાર કરોડનો થશે ખર્ચ  


કંટ્રોલ રૂમમાં હશે એમ્બ્યુલન્સ
કેન્દ્ર સરકાર તરફથી કુલ 8 બિંદુઓ વિશે રાજ્યોને જણાવવામાં આવ્યું છે કે કંટ્રોલ રૂમમાં એમ્બ્યુલન્સની સુવિધા પણ હોવી જોઈએ જેથી કોઈ કોલ કરે તો તત્કાલ મદદ પહોંચાડી શકાય. આ સિવાય કંટ્રોલ રૂમ વિસ્તારમાં તે પણ જુએ કે કેટલા બેડ ખાલી છે અને કેટલા ભરેલા છે. એટલું જ નહીં સરકારે સલાહ આપી છે કે આ કંટ્રોલ રૂમથી સતત કોરોના દર્દીઓની મદદ કરવામાં આવે, જે હોમ આઈસોલેશનમાં છે. કંટ્રોલ રૂમના સભ્યો દ્વારા આવા દર્દીઓને ફોન કરી તેની સ્થિતિ જાણવી જોઈએ અને કોઈ કમી હોય તો તેને દૂર કરવી જોઈએ. 


કોરોનાના નવા 90 હજારથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 90,928 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 3,51,09,286 પર પહોંચી ગઈ છે. એક દિવસમાં 325 લોકોના મૃત્યુ થયા છે. કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો હવે 4,82,876 થઈ ગયો છે. હાલ દેશમાં 2,85,401 દર્દીઓ સારવાર હેઠળ છે. 


આ પણ વાંચોઃ PM Modi ની સુરક્ષા ચુક પર ADGP ના પત્રથી મોટો ખુલાસો, ખુલી પંજાબ સરકારના દાવાની પોલ


ઓમિક્રોનના કેસ 2,630 થયા
ઓમિક્રોનના વધતા કેસે પણ દેશની ચિંતા વધારી છે. ખુબ ચેપી ગણાતા ઓમિક્રોન વેરિએન્ટના દર્દીઓ વધીને 2,630 થયા છે. જો કે રાહતની વાત એ છે કે અત્યાર સુધીમાં 995 દર્દીઓ સાજા પણ થઈ ગયા છે. કોરોનાનો આ વેરિએન્ટ હવે 26 રાજ્યો સુધી પહોંચી ગયો છે. સૌથી વધુ મહારાષ્ટ્રમાં 797 કેસ, દિલ્હીમાં 465 કેસ નોંધાયા છે. ઓમિક્રોનનું જોખમ જોતા કેન્દ્ર સરકારે પણ રાજ્યોને તાકીદે પગલાં લેવા જણાવ્યું છે. વિભિન્ન રાજ્ય સરકારોએ કોરોના મહામારીના પ્રકોપથી બચવા માટે નાઈટ કરફ્યૂ, વીકેન્ડ કરફ્યૂ જેવા પ્રતિબંધો લાગૂ કર્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube