નવી દિલ્હીઃ દેશમાં કોરોના (Corona) ની બીજી લહેરનો પ્રકોપ જારી છે. સરકારી આંકડા પ્રમાણે બીજી લહેર દેશમાં યુવાઓને વધુ સંક્રમિત કરી રહી છે, જ્યારે આ પહેલા પાછલા વર્ષે આવેલી પ્રથમ લહેર દરમિયાન દેશમાં કોરોના સંક્રમણે વૃદ્ધોને પોતાની ઝપેટમાં લીધા હતા. હવે કેટલાક નિષ્ણાંતો પ્રમાણે તે માનવામાં આવી રહ્યું છે કે જુલાઈમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે અને તે નાના બાળકો માટે વધુ ખતરનાક સાબિત થશે. આ દરમિયાન 12 વર્ષથી નાની ઉંમરના બાયલકો વાયરસના પ્રકોપથી સૌથી વધુ સંક્રમિત થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્રમાં શરૂ થશે ત્રીજી લહેર
મીડિયામાં આવી રહેલા અહેવાલો પ્રમાણે કોરોના વાયરસની ત્રીજી લહેર (Coronavirus Third Wave) મહારાષ્ટ્રથી શરૂ થવાની છે. પરંતુ આ અંગે નિષ્ણાંતોએ તે સ્પષ્ટતા કરી નથી કે ત્રીજી લહેર ક્યારે શરૂ થશે. પરંતુ તેમ માનવામાં આવી રહ્યું છે કે ત્રીજી લહેર જુલાઈથી સપ્ટેમ્બરમાં શરૂ થઈ શકે છે જે બાળકોને પ્રભાવિત કરશે. 


આ પણ વાંચોઃ ભારતના વિભાજન સમયે થઈ હતી આવી હિંસા, અમે જંગ માટે તૈયારઃ જેપી નડ્ડા  


તૈયારીમાં લાગી મહારાષ્ટ્ર સરકાર
નિષ્ણાંતોએ મહારાષ્ટ્ર સરકાર  (Maharashtra Government) ને સલાહ આપી છે કે જુલાઈમાં ત્રીજી લહેરનો સમય શરૂ થઈ શકે છે અને તે પહેલા બે લહેરની તુલનામાં બાળકોને વધુ પ્રભાવિત કરી શકે છે. તેવામાં ત્રીજી લહેરની આશંકા જોતા મહારાષ્ટ્રમાં સરકારી સ્તર પર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન શિશુ કોવિડ કેર ફેસિલિટી સ્થાપિત કરવાની યોજના બનાવી રહ્યું છે તેથી સમય પર સારવાર થઈ શકે. મહત્વનું છે કે મહારાષ્ટ્રમાં બાળ ચિકિસ્તા વોર્ડ સ્થાપિત કરવાનો નિર્ણય નિષ્ણાંતોની ચેતવણીને ધ્યાનમાં રાખી લેવામાં આવ્યો છે. 


અહીં બનશે બાળ ચિકિત્સા વોર્ડ
બીએમસી અધિકારીઓ પ્રમામે મુંબઈના ગોરેગાંવ સ્થિત જંબો કોવિડ સેન્ટરમાં 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે એક બાળ ચિકિત્સા વોર્ડ આગામી બે મહિનામાં બનીને તૈયાર થઈ જશે. તેમાં આશરે 700 બેડ હશે. આ સાથે સેન્ટરમાં નવજાત બાળકો માટે 25 બેડની ક્ષમતાવાળી એનઆઈસીયૂ યૂનિટ અને પીઆઈસીયૂ પણ સ્થાપિત કરવામાં આવશે. 


દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube