Coronavirus Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં 33 હજાર 376 નવા કેસ, આ રાજ્યમાં 25 હજારથી વધુ
દેશમાં હવે મોટી સંખ્યામાં જીવલેણ કોરોના વાયરસના નવા કેસ સામે આવી રહ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 33 હજાર 376 નવા કેસ સામે આવ્યા છે. ત્યારે 308 લોકોના મોત થયા છે
Coronavirus Today: દેશમાં હવે મોટી સંખ્યામાં જીવલેણ કોરોના વાયરસના નવા કેસ સામે આવી રહ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 33 હજાર 376 નવા કેસ સામે આવ્યા છે. ત્યારે 308 લોકોના મોત થયા છે. જાણો દેશમાં આજે કોરોનાની હાલની સ્થિતિ શું છે.
32 હજાર 198 લોકો થયા સાજા
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં 32 હજાર 198 લોકો સાજા થયા છે. જે બાદ સાજા થનારા લોકોની સંખ્યા વધીને 3 કરોડ 23 લાખ 74 હજાર 497 થઈ ગઈ છે. ત્યારે એક્ટિવ કેસ 3 લાખ 91 હજાર 516 પર પહોંચી ગયા છે.
આ પણ વાંચો:- મેગા સ્ટારના ભત્રિજાનો અકસ્માત, બાઈક પર કાબુ ગુમાવતા સાઈ ધરમ તેજ રોડ પર પટકાયો
અત્યાર સુધીમાં 4 લાખ 42 હજાર 317 લોકોના મોત
આંકડા અનુસાર દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 32 લાખ 8 હજાર 330 કેસ નોંધાયા છે. જેમાંથી અત્યાર સુધીમાં 4 લાખ 42 હજાર 317 લોકોના મોત થયા છે.
આ પણ વાંચો:- દુનિયા પર ફરી મંડરાયો 9/11 જેવા હુમલાનો ખતરો, યૂકેની ગુપ્તચર એજન્સીએ આપી ચેતવણી
રસીના 73 કરોડ 5 લાખ 89 હજાર 688 ડોઝ આપવામાં આવ્યા
ત્યારે દેશમાં અગાઉના દિવસોમાં કોરોના રસીના 65 લાખ 27 હજાર 175 ડોઝ આપવામાં આવ્યા હતા. જે બાદ રસીકરણનો કુલ આંકડો 73 કરોડ 5 લાખ 89 હજાર 688 પર પહોંચી ગયો છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ કહ્યું છે કે ભારતમાં ગઈકાલે કોરોના વાયરસ માટે 15 લાખ 92 હજાર 135 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે બાદ ગઈકાલ સુધી કુલ 54 કરોડ 1 લાખ 96 હજાર 989 નમૂના પરીક્ષણો કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો:- તાલિબાન વધારી શકે છે ભારતની મુશ્કેલી, રક્ષા મંત્રી Rajnath Singh એ વ્યક્ત કરી ચિંતા
કેરળમાં 25 હજાર 10 નવા કેસ
તમને જણાવી દઈએ કે દેશના તમામ રાજ્યોની સરખામણીમાં દક્ષિણનું રાજ્ય કેરળ સૌથી વધુ કોરોના કેસ નોંધાવી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં કેરળમાં કોરોના વાયરસના 25 હજાર 10 નવા કેસ નોંધાયા છે. ત્યારે 177 લોકો મૃત્યુ પામ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube