Coronavirus: 24 કલાકમાં સામે આવ્યા સૌથી વધુ કેસ, મોતનો આંકડો પણ 4 હજારને પાર
કોરોના વાયરસ (Coronavirus)ના મામલે દેશમાં સતત ઝડપથી વધી રહ્યા છે. ગત 24 કલાકમાં અત્યાર સુધી કોરોના (COVID-19)ના સૌથી વધુ નવા કેસ નોંધવામાં આવ્યા છે. દેશમાં કોવિડ-19 સંક્રમિતોની કુલ સંખ્યા 1 લાખ 38 હજારને પાર થઇ ગઇ છે સાથે જ મોતનો આંકડો પણ વધી ગયા છે.
નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus)ના મામલે દેશમાં સતત ઝડપથી વધી રહ્યા છે. ગત 24 કલાકમાં અત્યાર સુધી કોરોના (COVID-19)ના સૌથી વધુ નવા કેસ નોંધવામાં આવ્યા છે. દેશમાં કોવિડ-19 સંક્રમિતોની કુલ સંખ્યા 1 લાખ 38 હજારને પાર થઇ ગઇ છે સાથે જ મોતનો આંકડો પણ વધી ગયા છે.
દેશમાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ કેસ 1,38,845 પહોંચી ગયા છે. 77,103 એક્ટિવ કેસ છે એટલે કે તેમની સારવાર ચાલી રહી છે. કોવિડ-19થી મોતનો આંકડો વધીને 4,021 થઇ ગઇ છે. જોકે રાહતની વાત એ છે કે અત્યાર સુધી 57,721 લોકો કોરોના વાયરસથી સાજા પણ થયા છે. દેશમાં કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ 41.57 વધીને 4,021 થઇ ગયો છે. જોકે રાહતની વાત એ છે કે અત્યાર સુધી કુલ 57,721 લોકો કોરોનાથી સાજા પણ થયા છે. દેશમાં કોરોના દર્દીઓનો રિકવરી રેટ 41.57 ટકા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર દેશમાં 24 કલાકમાં અત્યાર સુધી કોરોનાના સૌથી વધુ 6,977 નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત મોતનો આંકડો 154 નોંધાયો છે.
ભારતના મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. એકલા આ રાજ્યમાં કોરોનાના કુલ કેસ 47,190 પહોંચી ગયા છે. 24 કલાકમાં મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ 2,608 નવા કેસ સામે આવ્યા છે. મોતનો આંકડો વધીને 1,577 થઇ ગયો છે.
દુનિયાભરમાં કોરોના કેસની વાત કરીએ તો સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર વિશ્વમાં કોરોના સંક્રમણના કેસ 54 લાખ પહોંચી ગયા છે. તેનાથી 3 લાખ 45 હજાર મૃત્યુ થયા છે. સારી વાત એ છે કે જોકે 21 7 હજાર લોકો સ્વસ્થ પણ થયા છે.