આગરા: કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે દેશભરમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. સરકાર તરફથી સ્પષ્ટ નિર્દેશો પણ બહાર પાડવામાં આવ્યાં છે કે કોઈ પણ પોતાના ઘરમાંથી બહાર નીકળશે નહીં. અવરજવર માટે ટ્રેન, બસ વગેરે સુવિધાઓને પણ બંધ કરી દેવાઈ છે. પરંતુ આમ છતાં કેટલાક લોકો રસ્તાઓ પર  ઘૂમી રહ્યાં છે. યુપી  પોલીસ આવા બેજવાબદાર લોકોની એક પોસ્ટર સાથે તસવીર ખેંચી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નોંધનીય છે કે યુપીના આગરામાં એક વ્યક્તિ લોકડાઉન દરમિયાન બાઈક પર ઘૂમી રહ્યો હતો ત્યારે યુપી પોલીસે તેને પકડ્યો અને એક પોસ્ટર પકડાવી દીધુ અને તસવીર લઈ  લીધી. આ પોસ્ટરમાં લખ્યું છે કે હું સમાજનો દુશ્મન છું, કોઈ પણ કામ વગર બહાર ફરીશ.


કોરોનાની દહેશત: દિલ્હીમાં કર્ફ્યૂ, પોલીસે ખાલી કરાવી નાખ્યો શાહીન બાગ


અત્રે જણાવવાનું કે આગરાના જગદીશપુરા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર રાજેશકુમાર શર્માએ આવી પહેલ કરી છે. હકીકતમાં આવું કરીને પોલીસ લોકોને અપીલ કરી રહી છે કે કોરોના વાયરસના કારણે ઘરની બહાર કામવગર ન નીકળો. 


દેશમાં હવે કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા વધીને 471 થઈ ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ તેમાંથી 34 દર્દીઓ સંપૂર્ણ રીતે ઠીક થઈ ગયા છે. જ્યારે 9 લોકોના મોત થયા છે. 


આ એક વ્યક્તિએ 5000 લોકોને લગાવ્યો કોરોનાનો ચેપ!, અનેક લોકો મોતને પણ ભેટ્યા


કોરોના વાયરસના કારણે દેશના 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 548 જિલ્લા લોકડાઉન કરાયા છે. મહારાષ્ટ્રમાં આજથી કર્ફ્યૂ લાગુ છે રાજ્યમાં કોરોનાના 98 કેસ સામે આવી ગયા છે. કેરળમાં પણ ઝડપથી કોરોના ફેલાઈ રહ્યો છે. રાજ્યમાં ગઈ કાલે 28 કેસ સામે આવ્યાં. આ જ રીતે રાજ્યમાં હવે કોરોનાના કુલ 94 કેસ થયા છે. 


સરકારે જે 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સંપૂર્ણ રીતે લોકડાઉનની જાહેરાત કરી છે તેમાં 548 જિલ્લાઓ સામેલ છે. આ ઉપરાંત ત્રણ રાજ્યો એવા છે જેમાં કેટલાક જિલ્લાઓ લોકડાઉન છે. આ ત્રણ રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને ઓડિશા સામેલ છે. જ્યારે સિક્કિમ અને મિઝોરમમાં હજુ કોઈ આદેશ બહાર પડાયા નથી. 


કોરોનાને હરાવશે ભારત! 30 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના 548 જિલ્લા જડબેસલાક લોકડાઉન


કર્ફ્યૂની વાત કરીએ તો પહેલા પંજાબ, પુડ્ડુચેરી અને ત્યારબાદ મહારાષ્ટ્ર અને દિલ્હીએ પણ પોતાના ત્યાં કર્ફ્યૂની જાહેરાત કરી. જ્યારે સોમવારે સીએમ પદ સંભાળનારા શિવરાજ સિંહ ચૌહાણે મોડી રાતે ભોપાલ અને જબલપુરમાં કર્ફ્યૂની વાત કરી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે ઓફિસર તાળાબંધીનું કડકાઈથી પાલન કરાવે અને નિયમ તોડનારાઓ પર કડક કાયદેસર કાર્યવાહી પણ થાય. 


કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવારે કહ્યું કે 19 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સંપૂર્ણ રીતે લોકડાઉન છે. સ્થિતિની ગંભીરતા એના પરથી સમજી શકાય કે હવે દેશના 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ પોત પોતાના ત્યાં લોકડાઉન જાહેર કર્યું છે. દેશમાં હવે 548 જિલ્લાઓ સંપૂર્ણ રીતે લોકડાઉનમાં છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube