Corona: દેશના બે મહાનગરોની સ્થિતિ ખરાબ, દિલ્હીમાં 7437 તો મુંબઈમાં 8938 નવા કેસ
ભારતમાં કોરોના વાયરસને કારણે સ્થિતિ દિવસે દિવસે ખરાબ થઈ રહી છે. મુંબઈ અને દિલ્હીમાં પણ આજ સ્થિતિ છે.
નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં શરૂ થયેલી કોરોનાની નવી લહેરે ચિંતા ઉપજાવી છે. દરરોજ નવા કેસમાં મોટી સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આજે સાંજે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 7437 લોકો સંક્રમિત થયા છે અને 24 લોકોના મૃત્યુ થયા છે. આ પહેલા બુધવારે 5506 લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા.
છેલ્લા 7 દિવસનો રેકોર્ડ
1 એપ્રિલ - 2790
2 એપ્રિલ - 3594
3 એપ્રિલ - 3567
4 એપ્રિલ - 4033
5 Aprilપ્રિલ - 3548
6 એપ્રિલ - 5100
7 એપ્રિલ- 5506
આ પણ વાંચોઃ Corona Symptoms: નવા સ્ટ્રેન સાથે લક્ષણો પર બદલાયા, જો તમને આ સમસ્યા હોય તો કોરોના ટેસ્ટ જરૂર કરાવજો
અત્યાર સુધી રાષ્ટ્રીય રાજધાનીમાં 698008 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે અને 11157 લોકોના મૃત્યુ થયા છે. આ સમયે શહેરમાં 23181 દર્દીઓની સારવાર ચાલી રહી છે. દિલ્હીમાં 426 કન્ટેઈન્મેન્ટ ઝોન છે. કોરોનાના વધતા કેસને જોતા દિલ્હી સરકારે 30 એપ્રિલ સુધી રાત્રી કર્ફ્યૂ લગાવી દીધું છે.
મુંબઈમાં આશરે 9 હજાર કેસ
મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 8938 નવા કેસ સામે આવ્યા છે, આ દરમિયાન 23 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. કોરોનાની સારવાર બાદ 4503 દર્દીઓ સાજા થયા છે. મુંબઈમાં અત્યાર સુધી 4,91,698 કેસ નોંધાયા છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube