Corona Alert: આજે કોરોનાથી થોડી રાહત! 24 કલાકમાં નવા 7533 કેસ નોંધાયા, 44 લોકોના મોત
Corona Update: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, ગુરુવારે છેલ્લા 24 કલાકમાં 9,335 નવા કેસ નોંધાયા હતા. દેશમાં કોરોનાના કેસમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7,533 નવા કેસ નોંધાયા છે.
Corona Update: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, ગુરુવારે છેલ્લા 24 કલાકમાં 9,335 નવા કેસ નોંધાયા હતા. દેશમાં કોરોનાના કેસમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7,533 નવા કેસ નોંધાયા છે. ગુરુવારની તુલનામાં, નવા કેસોમાં 19 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ સાથે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 53 હજારને વટાવી ગઈ છે.
અત્યાર સુધીમાં 4.49 કરોડ કેસ
દેશમાં અત્યાર સુધીમાં 4.49 કરોડ લોકો કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 44 લોકોના મોત પણ થયા છે. જો કે, આમાં 16 જૂના કેસ છે, જેને કેરળએ આગલા દિવસે અપડેટ કર્યા છે. આ સાથે દેશમાં મૃત્યુઆંક વધીને 5,31,468 થઈ ગયો છે.
આ પણ વાંચો:
મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી નવાજૂનીના એંધાણ? અજીત પવારના બળવાના સંકેત!
25 વર્ષીય જિયાએ 5 પેજની સુસાઈડ નોટમાં શું લખ્યું હતું ? જાણો 3 જૂનનો ઘટનાક્રમ
ખડગેના નિવેદન સામે પાટિલનો પલટવાર, કહ્યું; 'કોંગ્રેસ શેરીના ગુંડા જેવી ભાષા બોલે છે'
સતત ઘટતા કેસ
અગાઉ, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, ગુરુવારે છેલ્લા 24 કલાકમાં 9,335 નવા કેસ નોંધાયા હતા. બુધવારે આ આંકડો 9,629 હતો. જયારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 7533 કેસ નોંધાયા છે..
રિકવરી રેટ 98.69 ટકા
મંત્રાલયની વેબસાઈટ પર શેર કરાયેલા ડેટા મુજબ, રાષ્ટ્રીય કોવિડ રિકવરી રેટ 98.69 ટકા નોંધાયો છે. ચેપમાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4,43,47,024 થઈ ગઈ છે, જ્યારે ડેથ રેટ 1.18 ટકા પર યથાવત છે.
ભારતે કોરોનાની અપડેટ કરેલી રસી બનાવી
બ્રિટન બાદ હવે ભારતે પણ કોરોના વેક્સીનનું અપડેટેડ વર્ઝન તૈયાર કર્યું છે. તે સંપૂર્ણપણે ઓમિક્રોન અને તેના સબફોર્મ્સથી બનેલું છે, જેની એક માત્રા પૂરતી એન્ટિબોડીઝ ઉત્પન્ન થઈ શકે છે. આ કોવિશિલ્ડ અથવા કોવેક્સિનના બંને ડોઝ લેનારાઓ માટે હશે.
આ પણ વાંચો:
રાશિફળ 28 એપ્રિલ: આ રાશિના જાતકો માટેલાભકારી છે આજનો દિવસ, આર્થિક સંકટ થશે દૂર
Jio Cinema એ વધારી Hotstarની ચિંતા, જીયોની આ ડીલથી ભારતમાં હોટસ્ટારને પડશે મોટો ફટકો
જલદી ચમકશે આ 4 રાશિનું ભાગ્ય, 1 વર્ષ બાદ સૂર્યનો વૃષભ રાશિમાં પ્રવેશ ફાયદો કરાવશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube