Coronavirus Update in India: દુનિયાભરમાં કોરોના સંક્રમણ વિરૂદ્ધ જંગ ચાલી રહી છે. ભારતમાં પણ કોરોનાના કેસ થોડા દિવસોથી વધી રહ્યા છે. દેશમાં ગત 24 કલાકમાં કોરોનાના 9923 કેસ સામે આવ્યા છે. જોકે આ આંકડા ગત થોડા દિવસોના મુકાબલે ઓછા છે. ભારતમાં કોરોના વાયરસના કેસમાં ગત 5 દિવસથી સતત ઉછાળો જોવા મળ્યો હતો, પરંતુ ગત 24 કલાકમાં કોરોનાના નવા કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગત 24 કલાકમાં 7,293 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. તો બીજી તરફ આ સમયગાળા દરમિયાન 17 દર્દીઓના મોત થયા છે. તો બીજી તરફ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 79,313 થઇ ગઇ છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુંબઈમાં પણ સંક્રમણ વધ્યુ
મહારાષ્ટ્રમાં સોમવારે કોરોનાના 2345 નવા કેસ સામે આવ્યા હતા અને બે સંક્રમિતોના મોત થયા હતા. તેમાંથી 1310 મામલા માત્ર મુંબઈમાં આવ્યા હતા. સ્વાસ્થ્ય વિભાગ પ્રમાણે ત્યારબાદ રાજ્યમાં કોરોનાના કુલ કેસ વધીને 79,38,103 થઈ ગયા છે, જ્યારે 1,47,888 લોકોના મહામારીને કારણે અત્યાર સુધી મોત થયા છે. 

દેશભરમાં 12 હજારથી વધુ કેસ
દેશમાં સોમવારે કોરોનાના કુલ 12781 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે કુલ કેસની સંખ્યા વધીને  4,33,09,473 પર પહોંચી ગઈ, જ્યારે 130 દિવસ બાદ દૈનિક સંક્રમણ દર ચાર ટકાને પાર પહોંચી ગયો છે. આંકડા અનુસાર વધુ 18 મોત બાદ મૃતકોની સંખ્યા વધીને 5,24,873 પર પહોંચી ગઈ છે. કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને 76,700 થઈ ગયા છે. 


તો બીજી તરફ ગુજરાતમાં કોરોનાના આજે નવા 217 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 130 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,15,453 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને 98.99 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 45,769 રસીના ડોઝ અપાયા હતા.


એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 1461 એક્ટિવ કેસ છે. જે પૈકી 05 નાગરિકો વેન્ટિલેટર પર છે અને તેમની સ્થિતિ પ્રમાણમાં ચિંતાજનક છે. આ ઉપરાંત 1456 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ 12,15,453 નાગરિકો હરાવી ચુક્યાં છે. તો બીજી તરફ 10,946 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જો કે આંશિક રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત નથી નિપજ્યું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube